CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીનો મહત્વનો નિર્ણય પાકરક્ષણ હથિયારના 56 પરવાના રીન્યુ કરાયા

પરવાનેદારોને રૂબરૂ સાંભળી હથિયારનો દુરૂપયોગ ન કરવા અને નિયમોનું પાલન કરવા અપાઈ કડક સૂચના

તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પરવાનેદારોને રૂબરૂ સાંભળી હથિયારનો દુરૂપયોગ ન કરવા અને નિયમોનું પાલન કરવા અપાઈ કડક સૂચના, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા હથિયાર પરવાના અંગે એક મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાકરક્ષણ માટેના હથિયાર પરવાના રીન્યુ કરાવવા માટે મળેલી કુલ ૫૬ અરજીઓ સંદર્ભે તમામ પરવાનેદારોને રૂબરૂ હાજર રાખી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી આ બેઠક દરમિયાન એસ.ડી.એમ. મકવાણાએ પરવાનેદારોને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ હથિયાર માત્ર ખેતીના પાકના રક્ષણ માટે જ આપવામાં આવ્યા છે તેથી તેનો અન્ય કોઈ પણ જગ્યાએ કે અંગત અદાવતમાં દુરૂપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી હતી વધુમાં સરકારના તમામ ધારાધોરણો કાયદાઓ અને નીતિ- નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે તમામ અરજદારોને સમજાવવામાં આવ્યા હતા વહીવટી તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત કામગીરીના ભાગરૂપે પરવાનેદારોને ફી અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા હથિયાર પરવાનાના ત્રણ વર્ષના રીન્યુઅલ માટે રૂ. ૧૫૦૦ સરકારી ફી નક્કી કરવામાં આવેલી છે જો કોઈ અરજદારે નિયત સમય મર્યાદા બાદ મોડી અરજી કરી હોય તો લેઇટ ફી પેટે વધારાના રૂ.૧૦૦૦ સરકારમાં જમા કરાવવાના રહેશે આ તકે એસ.ડી.એમ. એ વધુમાં જણાવ્યું હતું કે આ નિયત ફી સિવાય અરજી પ્રક્રિયામાં અન્ય કોઈ ખર્ચ થતો નથી જો કોઈ પણ વ્યક્તિ કે કર્મચારી આ કામગીરી માટે વધારાના નાણાંની માંગણી કરે તો તાત્કાલિક નાયબ કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા પરવાનેદારોને જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!