શેઠ શ્રી સી.એમ.શાહ કન્યા વિદ્યાલય થરામા આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
શેઠ શ્રી સી.એમ.શાહ કન્યા વિદ્યાલય થરામા આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

શેઠ શ્રી સી.એમ.શાહ કન્યા વિદ્યાલય થરામા આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ શેઠશ્રી સી.એમ. શાહ કન્યા વિદ્યાલય ખાતે શાળા ના પ્રમુખ ધીરજકુમાર કે.શાહના માર્ગદર્શન હેઠળ ૯મી જાન્યુઆરી ૨૦૨૬ ને શુક્રવારના રોજ આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય ગીરાબેન અખાણીના અધ્યક્ષ સ્થાને ગીરાબેનના વરદ હસ્તે રીબન કાપી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. મેળામાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વયં તૈયાર કરેલ વિવિધ સ્વાદિષ્ટ અને પરંપરાગત વાનગીઓના કુલ ૨૩ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. દરેક સ્ટોલ પર વિદ્યાર્થીનીઓએ આત્મવિશ્વાસ પૂર્વક વાનગીઓ બનાવીને લાવીને રજૂઆત કરી હતી તેમજ આવનાર મહેમાનોનું સુહૃદ સ્વાગત કરવામાં આવ્યું હતું.સમગ્ર શાળા પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.આનંદ મેળાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓમાં વ્યવસાયિક કુશળતા, આત્મ નિર્ભરતા,ટીમવર્ક અને વ્યવહારૂ જ્ઞાનનો વિકાસ કરવાનો હતો. મેળા દરમિયાન રમેશભાઈ પ્રજાપતિ, લાલસિંહ વાઘેલા, ડૉ. રશનાબેન પટેલ, ડૉ. હાર્દિકાબેન મહેતા સહીત શિક્ષક મિત્રો,
વાલીજનો તથા સ્થાનિક નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્ટોલોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીનીઓના પ્રયાસોને વખાણ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક ગણ અને સ્ટાફે નોંધપાત્ર સહકાર આપ્યો હતો.આનંદ મેળાના આયોજનથી વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ વધ્યો તેમજ શાળાના શૈક્ષણિક અને સહપાઠ્ય પ્રવૃત્તિઓને નવી દિશા મળી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530






