દેવગઢ બારીઆ કોંગ્રેસ આગેવાનો દ્વારા તાલુકા પંચાયત માં હલ્લાબોલ.

તા.૦૯.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya:દેવગઢ બારીઆ કોંગ્રેસ આગેવાનો દ્વારા તાલુકા પંચાયત માં હલ્લાબોલ.
હાલમાં જ ગત સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દેવગઢ બારીઆ મુકામે આવી હતી ત્યાર બાદ દેવગઢ બારીઆ કોંગ્રેસ ના આગેવાનો જનતા ના પ્રશ્નો બાબતે લડાયક મુડ માં જોવા મળી રહ્યા છે પહેલા મનરેગા મુદ્દે જાહેર માં બેનર મારવામાં આવ્યા હતા.ત્યાર બાદ આજરોજ દેવગઢ બારીઆ કોંગ્રેસના આગેવાનો મનરેગા માં સામાન્ય લોકો ની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યા છે તથા તેમની જાણ બહાર બારોબાર નાણાં ઉપાડી લેવામાં આવે છે તેવું જતીન બાલવાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતુ.કોંગ્રેસ ના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે દેવગઢ બારીઆ માં લોકો ની જાણ વગર ૧૦,૦૦૦ જેટલા બેંક એકાઉન્ટ ખોલી તેમાં વહીવટ થયા છે.આમ સામાન્ય ખેડૂતો જોડે અન્યાય થઈ રહ્યો છે તેમ જણાવવામાં આવ્યું હતું.




