લોન અપાવવાના નામે નાણા મેળવી ચેક આપનારના 3 ચેક રિટર્ન થતા કાલોલ કોર્ટનો એક વર્ષની સજા અને વળતરનો હુકમ.

તારીખ ૧૧/૦૧/૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના ગધેડીયા ફળિયામાં રહેતા ફરિયાદી ઈમ્તિયાઝ સલમાન ભાઈ સુબનને રવેરી ચોકડી સિંહોણની મુવાડી તા ઘોઘંબા ખાતે રહેતા આરોપી જયદીપસિંહ ભગવાનસિંહ જાદવ કાલોલ બસ સ્ટેશન પાસે લસ્સીની લારી પર મળ્યા હતા અને વાતવાતમાં જયદીપસિંહે જણાવ્યુ હતુ કે લોન લેવી હોય તો કરી આપીશ હુ લોન કરાવી આપીશ ફાઇનાન્સ નુ કામ કરતા હોવાનું જણાવેલ અને મોબાઈલ નંબર ની આપલે કરી હતી ત્યારબાદ ફરિયાદીના પીતા સાથે આરોપીની મુલાકાત થઈ હતી અને આરોપીએ લોન પ્રોસેસ અંગેના નાણાં ની માંગ કરતા ફરિયાદીના પીતા પાસેથી ફોન પે, ગુગલપે અને રોકડેથી અલગ અલગ તારીખોમાં રૂ ૬,૬૯,૮૦૦/ આરોપીએ મેળવ્યા હતા. આરોપીએ કોઈ લોન નહી કરાવી આપતા ફરીયાદીએ નાણાં પરત માંગતા આરોપી નાણા પરત આપતા ન જેથી ફરીયાદી એ પોલીસ સ્ટેશનમાં તેમજ ડીસીપી ઓફિસને તા ૦૪/૧૦/૨૨ ના રોજ ફરીયાદ કરેલી જે બાદ આરોપી અને ફરીયાદી વચ્ચે નોટરી રૂબરૂ સ્ટેમ્પ ઉપર બાહેધરી કરાર કરવામાં આવ્યો હતો જેમાં આરોપીએ કુલ ચાર ચેક કોટક મહિન્દ્રા બેંક રાબોડ શાખાના ફરિયાદીના નામના લખી આપ્યા હતા જે પૈકી રૂ ૬૦,૦૦૦/ નો ચેક ૨૬/૧૨/૨૨ ના રોજ નો તથા રૂ ૧,૦૦.૦૦૦/ નો તા.૩૦/૦૧/૨૩ ના રોજ નો તથા રૂ ૧,૦૦,૦૦૦/ નો તા ૧૧/૦૪/૨૩ ના રોજ નો લખી આપેલા જે તમામ ચેક અપુરતા ભંડોળ ને કારણે રિટર્ન થયા હતા જે બાદ આરોપીને નોટિસ આપી અને ત્યારબાદ કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં આરોપી સામે જુદી જુદી તારીખમાં ત્રણ ફરિયાદ એડવોકેટ પી એમ શેખ મારફતે દાખલ કરી હતી. જે તમામ કેસ ચાલી જતા ફરિયાદ પક્ષના પુરાવા બચાવ પક્ષે પોતાને નોટિસ મળી નથી તેમજ પોલીસ મથકમાં ઓળખાણ અને દબાણથી કોરા ચેક લીધા છે તેવી તકરાર લીધી હતી ફરિયાદ પક્ષે એડવોકેટ પી એમ શેખે દલીલો કરી હતી જેને ધ્યાને લઈને કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ દ્વારા આરોપીએ ફરિયાદીને બાહેધરી કરાર નોટરી સમક્ષ પોતાની સહીથી સાક્ષીઓની રૂબરૂ કરી આપેલ છે અને ચેકો ના ઉલ્લેખ કરેલ છે.તેથી બાહેધરી કરી આપી નથી કે ચેક ઉપરની સહી આરોપીની નથી તેવી કોઈ તકરાર આરોપીએ લીધી નથી સમગ્ર બાબતે ફરિયાદીને આપેલ ચેક કાયદેસરની લ્હેણી રકમનો હોય તમામ ત્રણ કેસમાં આરોપી જયદીપસિંહ ભગવાનસિંહ જાદવ ને એક વર્ષ ની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવી આપવાનો આદેશ આપ્યો છે.






