
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ તાલુકાના રૂઝવણી પટેલ ફળીયા પ્રાથમિક શાળામાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ અશોકભાઈ નાનાભાઈ પટેલ તથા દક્ષાબેન સોમાભાઈ પટેલ વયનિવૃત થતા તેમના સન્માનાર્થે ભાવવાહી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને શિક્ષકોએ શાળામાં દસ વર્ષ સુધી જુગલબેલડી રૂપે શિક્ષણસેવા આપી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.આ પ્રસંગે સામાજિક આગેવાનો ડો. નિરવ ભુલાભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, શિક્ષકસંઘના ભૂતપૂર્વ પ્રમુખ ફતેસિંહ પરમાર, ગામના સરપંચ દિપિકાબેન પટેલ, માજી સરપંચ સુરેશભાઈ પટેલ, ખંડુભાઈ પટેલ, ધીરુભાઈ, બેંક અધિકારી સુરેન્દ્ર પટેલ, જમીન માપણી વિભાગના કર્મચારી હિરલ પટેલ, વેણ ફળીયાના સુરેશભાઈ પટેલ તેમજ ડો. કૃણાલ પટેલ, બેંક અધિકારી ભાર્ગવ પટેલ સહિતના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.વિદાયમાન શિક્ષકોએ વિદ્યાર્થીઓ અને એસએમસી સભ્યોને સ્મૃતિભેટ આપી લાગણીસભર સંબોધન કર્યું હતું. ડો. નિરવ ભુલાભાઈ પટેલે શિક્ષકોને સીઆર, એસઆઈઆર જેવી શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્ત રાખવા જનપ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરવાની અપીલ કરી અને “શિક્ષકને માત્ર શિક્ષક જ રહેવા દેવા” પર ભાર મૂક્યો હતો. ઈશ્વરભાઈ પટેલે ટૂંક સમયમાં એન્જિનિયરિંગ અને કાયદાની સરકારી કોલેજ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી શિક્ષકના મહિમાને રેખાંકિત કર્યો હતો. ફતેસિંહ પરમારે પોતાના કાર્યકાળ દરમિયાન અશોકભાઈ અને દક્ષાબેનની પ્રશંસનીય કામગીરીને યાદ કરી હતી.શાળાના આચાર્ય બુધાભાઈ પટેલ તથા એસએમસી સભ્યો સ્નેહલ પટેલ, તિલક પટેલ, અંજનાબેન, તેજસભાઈ, જીતેન્દ્રભાઈ, જયાબેન, સંગીતાબેન, તારાબેન સહિત ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે વિદાયમાન શિક્ષકોને સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલેની ફોટોફ્રેમ ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.



