GUJARATKUTCHMUNDRA

શાંતિ ધારા પાઠ કરવાથી આંતરિક કલેશ, માનસિક અશાંતિ, ગ્રહદોષ દૂર થાય છે-મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ

શંખેશ્વર મહાતીર્થે જહાજ મંદિરે શાંતિ ધારા પાઠ મહાઅનુષ્ઠાન યોજાયું.

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

 

શાંતિ ધારા પાઠ કરવાથી આંતરિક કલેશ, માનસિક અશાંતિ, ગ્રહદોષ દૂર થાય છે-મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ

શંખેશ્વર મહાતીર્થે જહાજ મંદિરે શાંતિ ધારા પાઠ મહાઅનુષ્ઠાન યોજાયું.

શંખેશ્વર તીર્થે જહાજ મંદિર એન્કરવાલા ધામે વિશ્વશાંતિ અર્થે શાંતિ ધારા પાઠ યોજાયું.આ પ્રસંગે પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ એ શાંતિ ધારા પાઠનો મહિમા સમજાવતા જણાવેલ કે જૈન ધર્મમાં શાંતિ,અહિંસા અને આત્મશુદ્ધિને સર્વોપરી સ્થાન પવામાં આવ્યું છે.આવા આધ્યાત્મિક માર્ગમાં શાંતિ ધારા પાઠનું વિશેષ મહત્વ છે. શાંતિ ધારા પાઠ એ ભગવાન તીર્થંકરના ચરણોમાં સમર્પિત ભાવપૂર્વક કરવામાં આવતી ધારા છે,જે દ્વારા વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણની ભાવના પ્રસરાવવામાં આવે છે.શાંતિ ધારા પાઠ કરતી વેળાએ મંત્રોચ્ચાર સાથે ભગવાનના પ્રતિમા પર જળ પૂજા વગેરે અર્પણ કરવામાં આવે છે.આ ધારા આત્માની અશુદ્ધિઓને ધોઈ નાખવાની પ્રતિક છે. જેમ ધારા દ્વારા પ્રતિમા શુદ્ધ થાય છે, તેમ જ ભક્તનું મન, વાણી અને કર્મ પણ શુદ્ધ બને છે.જૈન શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે શાંતિ ધારા પાઠ કરવાથી આંતરિક કલેશ, માનસિક અશાંતિ,ગ્રહદોષ તથા દુર્ભાગ્ય દૂર થાય છે.આ પાઠ માત્ર વ્યક્તિગત કલ્યાણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ અને વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે કરવામાં આવે છે.ખાસ કરીને રોગ, આપત્તિ, અશાંતિ કે સંકટના સમયમાં શાંતિ ધારા પાઠનું વિશેષ મહત્ત્વ છે.શાંતિ ધારા પાઠ દ્વારા અહિંસા, કરુણા, ક્ષમા અને સમભાવ જેવા ગુણોનો વિકાસ થાય છે. ભક્તના હૃદયમાં વૈરભાવનો નાશ થઈ સદ્ભાવના અને મૈત્રીભાવ પોષાય છે. આ પાઠ આત્માને પરમાત્મા સાથે જોડવાનો એક સરળ અને અસરકારક ઉપાય છે. સારાંશરૂપે કહીએ તો,જૈન શાંતિ ધારા પાઠ એ માત્ર વિધિ નહીં પરંતુ આત્મિક શુદ્ધિ અને વૈશ્વિક શાંતિ માટેનું પવિત્ર સાધન છે.નિયમિત ભાવપૂર્વક શાંતિ ધારા પાઠ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને આત્મસંતોષનો અનુભવ થાય છે.આ પ્રસંગે મૌનવરિષ્ઠ પ.પૂ.મુનિરાજશ્રી પુણ્યરત્ન મહારાજ સાહેબ,પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ તથા પ.પૂ.સા.સુનંદિતાશ્રીજી મ.સા એવં પ.પૂ.સા.ભયભંજનાશ્રીજી મ.સા આદિ ના પાવન સાનિધ્યમાં યોજાયું.આ પ્રસંગે ભાવિકો ઉપસ્થિત રહેલ.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!