મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે કાલોલ શ્રી કામધેનુ ગૌ શાળા ટ્રસ્ટના સંચાલકો દ્વારા દાન આપવા અપીલ કરવામાં આવી.

તારીખ ૧૩/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી વેરાઈ માતાના મંદિરની બાજુમાં શ્રી કામધેનુ ગૌ શાળા ટ્રસ્ટના સંચાલકો દ્વારા મકરસક્રાંતિ (ઉત્તરાયણ) ના શુભ પર્વ પર દાન માટે હૃદયપૂર્વક અપિલ કરવામાં આવી છે.
કાલોલ ની ધર્મપ્રેમી જનતાને શ્રી કામઘેનું ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરતા જણાવ્યું છે કે કાલોલ નગરમાં શ્રી કામઘેનું ગૌશાળા શ્રી વેરાઈ માતાના મંદિરની બાજુમાં હાલના તબક્કે ગાયો સાથે શરૂ કરેલ છે. તેત્રીસકોટી દેવી-દેવતાઓનો જેમાં વાસ છે તેવી ગૌ માતા માટેનો દાનનો મહીમા એટલે જ મકરસક્રાંતિ (ઉત્તરાયણ) એવું કહેવામાં આવી રહ્યું છે. તો અમો આ નિમિત્તે ગૌશાળાનું ટ્રસ્ટી મંડળ દ્વારા નિવેદન કરી દરેકે દરેક વ્યકિત ઉત્તરાયણના નિમિત્તે ગૌશાળામાં આવી ગાય માતાનું પુજન કરી પોતાનાથી બની શકે તેવું દાન દક્ષીણા આપી-અપાવી આ પૂણ્યના કામમાં નિમિત્ત બની ગૌમાતાના આશીર્વાદ લઈ પોતે તથા આપના પરીવારનું જીવન ધન્ય બને તેવી ટ્રસ્ટી મંડળ દ્વારા ગ્રામજનોને જાહેર અપીલ કરી સાથે સખી દાતાઓ તરફથી રોકડ દાન તથા અન્નદાન આપવા અમોએ નીચે મુજબના સ્થળોએ કલેકશન સેન્ટર શરૂ કરેલ છે જેમાં ગોયા બજાર,મહાલક્ષ્મી ચોક,બજાજ શોરૂમ ની સામે અને ગૌશાળા ઓફિસ વેરાઈ માતાની બાજુમાં રૂબરૂમાં આપી જવા વિનંતી છે. અથવા નીચે જણાવેલ મોબાઈલ નંબર મો. ૯૯૯૮૬૬૪૬૩૮/મો. ૯૭૭૩૨૬૩૦૧૪ /૯૪૨૬૧૭૫૩૧૭/ ૯૮૨૫૦૮૪૦૯૮/૯૮૨૫૩૨૮૭૧૧ અને ૯૮૨૫૫૧૯૬૧૯ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરશો તો આપને ત્યાંથી અમો રૂબરૂમાં આવી આપની દાન-દક્ષીણા સ્વીકાર કરવામાં આવશે. તેવુ ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવાયું છે.






