સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યોજાયેલ ભવ્ય અહિંસા ભક્તિ, શ્યામ શબદ અને બ્લડ ડોનેશન મહાયજ્ઞ સફળ

તા.13/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પ પુ આ. ભગવન્ત તીર્થભદ્ર સુરીશ્વર મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં, આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને અહિંસા યુવા સંગઠન દ્વારા સમગ્ર જીવદયાના લાભાર્થે ભવ્ય અહિંસા ભક્તિ તેમજ શ્યામ શબદ અને બ્લડ ડોનેશન કેમ્પનો વિશાળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો આ આયોજનમાં અંદાજિત 6000 જેટલા જૈન સંઘના ભાઈ-બહેનો ભક્તિમાં જોડાયા અને અહિંસાના સુગંધિત ભાવથી સુરેન્દ્રનગરને પવિત્ર બનાવ્યું હતું તે ઉપરાંત, શ્યામ શબદ પ્રોગ્રામ માં વિવિધ સમાજના આગેવાનો તથા ભક્તોએ મોટી સંખ્યામાં શ્યામ શબદમાં જોડાઈને શ્રીકૃષ્ણ ભક્તિમાં લીન થઈ અવિસ્મરણીય માહોલ સર્જ્યો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં પણ વિશાળ સંખ્યામાં યુવાઓ અને સેવાભાવી નાગરિકોએ ભાવપૂર્વક રક્તદાન કરી માનવતાની સાચી સેવા દર્શાવી આ ત્રિવેણી કાર્યક્રમ નું આયોજન આલોક્પથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શશાંક ગાંધી, કૃણાલ મેહતા અને ગુંજન સંઘવી તેમજ આલોક્પથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અહિંસા યુવા સંગઠન ના તમામ યુવા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું આ અહિંસા ભક્તિમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલમાં ‘ટપુ’ તરીકે જાણીતા ભવ્ય ગાંધી પણ હાજરી આપી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું અને ભક્તિ પ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જાગ્રત કર્યો હતો આ અહિંસા ભક્તિ કાર્યક્રમની સર્વોત્તમ વિશેષતા એ રહી કે જૈન ચારેય ફેરકાના શ્રી સંઘ, દરેક જૈન ગ્રુપ અને દરેક મંડળે ભેદભાવ વગર, એકતા અને સમરસતા સાથે આ આયોજનમાં આમુલ્ય જોડાણ આપ્યું હતું તે ઉપરાંત, સમગ્ર આયોજનનું નેતૃત્વ અને કાર્ય 35 વર્ષથી ઓછી ઉંમરના યુવા છોકરાઓ દ્વારા જ સંભાળવામાં આવ્યું.





