હર ઘર સ્વદેશી” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં યોજાઈ સ્વદેશી મેરેથોન

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને લાયન્સ એન્ડ લીઓ ક્લબ ઓફ રોયલ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે “હર ઘર સ્વદેશી” અભિયાનની થીમને આધારે સ્વદેશી મેરેથોનનું આયોજન ઘૂઘરી પાર્ક ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં આરોગ્ય, ફિટનેસ અને સ્વદેશી ભાવના જાગૃત કરવાનો હતો મેરેથોનનો પ્રારંભ માન. શ્રી જગદિશભાઈ મકવાણા (દંડકશ્રી અને ધારાસભ્ય, વઢવાણ), શહેરી ભાજપ પ્રમુખ શ્રી દેવાંગભાઈ રાવલ તેમજ લાયન્સ એન્ડ લીઓ ક્લબ ઓફ રોયલ સુરેન્દ્રનગરના પ્રમુખશ્રીઓના હસ્તે ફ્લેગ ઓફ કરીને કરવામાં આવ્યો હતો સવારે ૫:૩૦ કલાકે ૮૦ ફૂટ રોડ, ઘૂઘરી પાર્ક ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ મેરેથોનમાં ૧૦ કિ.મી., ૫ કિ.મી. અને ૩ કિ.મી.ની કેટેગરીમાં બાળકો સહિત તમામ વયના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા ફિટનેસને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે તમામ ભાગીદારોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ અને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને મેરેથોનમાં ભાગ લઈને ઉત્સાહ દર્શાવ્યો હતો.





