BHARUCHBHARUCH CITY / TALUKO
નબીપુર પંથકમાં વહેલી સવારે DGVCL ની વીજ ચેકીંગ હાથ ધરાઈ, પોલીસ બંદોબસ્ત સાથે રખાયો.


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં આજ રોજ વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહયા હતા ત્યારે DGVCL ની વીજ ચેકીંગ ની આશરે 20 જેટલી ટીમો નો કાફલો નબીપુર, બંબુસર સહિતના ગામોના વિસ્તારોમાં ઉતરી પડ્યો હતો. આ દરમ્યાન તેમણે આશરે 300 જેટલા વીજ જોડાણો તપાસ્યા હતા. આ સમાચાર લખાય છે ત્યાં સુધી જાણવા મળ્યું નથી કે કેટલા વીજ જોડાણો મા ગેરરીતિ આચરાઇ છે તે ચોક્કસ જાણી શકાયું નથી. આ સમગ્ર વીજ ચેકીંગ દરમ્યાન પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું.



