
સનાતન ધર્મના ઉત્સવો અને પરંપરા આજે પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે. કહેવાય છે કે, આજથી 200 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોયા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે 18 મણ ઘી અને 60 મણ રીંગણનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું ત્યાર થી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે. જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા શાકોત્સવની આ પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે. આ પરંપરા મુજબ આજરોજ કેશોદના જુના પ્લોટ માં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે સાકોત્સવ તથા ભવ્ય આયોજન કરવામાં આવેલુ હતું આ ધાર્મિક કાર્યક્રમમાં સૌપ્રથમ કેશોદના અગતરાય રોડ ઉપર આવેલ કન્યા વિનય મંદિર પાસેથી પૂજ્ય લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગાડાઓમાં સંતો તથા લાલજી મહારાજ બેસેલા હતા જ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરે સમાપન કરવામાં આવેલ ત્યારબાદ લાલજી મહારાજ દ્વારા મહા આરતી રાખવામાં આવેલી હતી અને લાલજી મહારાજ દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાવપૂર્વક હાજરી આપી હતી લાલજી મહારાજ એ પોતાના પ્રવચનમાં સેવા ભક્તિ અને માનવ જીવનના ધાર્મિક મૂલ્યોનો મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું પૂજ્ય લાલજી મહારાજ દ્વારા હરિભક્તો ને પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ પાઠવેલા હતા જલારામ મંદિર કેશોદ દ્વારા પૂજ્ય લાલજી મહારાજની સાલ ઓઢાડી આશીર્વાદ મેળવેલા હતા આ શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધેલો હતો શાકોત્સવના યજમાન શ્રી હરિ ભક્ત વાળા સાહેબ રહેલા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





