
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ કમોસમી વરસાદ ડાંગ જિલ્લાના ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ખેડૂતોને આ આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.તો બીજી તરફ વરસાદી માહોલમાં ડાંગ જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.




