કાલોલ શહેરમાં પક્ષીઓના રક્ષક તરીકે પવિત્ર મકરસંક્રાંતિ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરી સાત પક્ષીઓનાં જીવ બચાવ્યા.

તારીખ ૧૬/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ઉતરાયણનો પર્વ આનંદ, ઉમંગ અને રંગીન પતંગોની સાથે સાથે માનવતાની કસોટી પણ લઈ આવે છે. આ દિવસે આકાશમાં પતંગોની ભીડ જેટલી હોય છે, એટલા જ ધરતી પર નિર્દોષ પક્ષીઓ માટે જોખમો ઊભા થાય છે. ચાઇનીઝ દોરી અને કાચના માઝાથી અનેક પક્ષીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે ત્યારે પક્ષીઓના રક્ષક તરીકે કાલોલ પશુ દવાખાના નો સ્ટાફ ફરજ ના ભાગે સતત એલર્ટ રહી સાથે કાલોલ જીવદયાપ્રેમીઓના સહયોગથી વિવિધ વિસ્તારોમાં હેલ્પ લાઈન પોઇન્ટ શરૂ કર્યા હતા જેમાં પશુ દવાખાના ડોક્ટર રુચિ પટેલ સહિત તેમની ટીમ અને જીવદયાપ્રેમીઓ દ્વારા મકરસંક્રાંતિ અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કર્યા હોય તેના ભાગરૂપે સારો એવો પ્રતિસાદ મળ્યો હોય તેમ ગયા વર્ષ કરતા આ વર્ષે પશુઓ ની ઇજાગ્રસ્ત સમસ્યા ઓછી રહી છે જ્યાં બે દિવસ દરમ્યાન સવારથી સાંજના છ વાગ્યા સુધીમાં માત્ર આંઠ જેટલા જ કેશો મળી આવ્યા છે જેની સારવાર પક્ષી દવાખાનાના ડોક્ટર રુચિ પટેલ એ તત્કાલ ઈજાગ્રસ્ત પક્ષી ને સારવાર આપવામાં આવી હતી જેમાં છ કબૂતર, એક બ્લેક આઇબીસ (કાળી કાંકણસાર)સાથે એક બતક જેવા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એક કબૂતરનુ મૃત્યુ નિપજ્યું હતું.







