MORBI:મોરબી મનપા દ્વારા પ્રજા સત્તાક પર્વની પૂર્વે મોરબી મસ્તી street નું આયોજન

MORBI:મોરબી મનપા દ્વારા પ્રજા સત્તાક પર્વની પૂર્વે મોરબી મસ્તી street નું આયોજન
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વે તા. 25-01-26 ના રોજ મોરબી મસ્તી streetનું આયોજન કરવામાં આવનાર છે, મોરબી મનપા દ્વારા તાજેતર માં વિસરાતી જતી રમતો થી બાળકો નજીક આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેમાં મળેલી સફળતાના ભાગ રૂપે આગામી પ્રજા સત્તાક પર્વની પૂર્વે આ પ્રકારની જૂની રમતો બાળકો રમે તેવું મોરબીની એલ. ઇ. કોલેજ રોડ પર વિનામૂલ્યે મોરબી સ્સી street આયોજન કરવામાં આવનાર છે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા વિસરાતી જતી જૂની રમતો ને જીવંત કરવા માટે મોરબી મસ્તી street f આયોજન કરવામાં આવનાર છે, જેનો મુખ્ય ઉદેશ્ય બાળકો માત્ર મોબાઈલ અને વિડીયો ગેમ નહીં પરંતુ શારીરિક કસરતો કરે તથા બાળકો માં માત્ર પુસ્તકિયું જ્ઞાન નહી પરંતુ અભ્યાસ ની સાથોસાથ શેરી-ગલી માં રમાતી જૂની રમતો પણ રમતા થાય તેવો રહ્યો છે. મોરબી મહાનગર પાલિકા અને રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 25/01/2026 ના રોજ એલ. ઇ. કોલેજ રોડ મોરબી ખાતે સવારે 7:30 વાગ્યે મોરબી મસ્તી streetનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવશે, જેમાં લખોટી. લીંબુ ચમચી રસ્સી ખેંચ, સાપસીડી, કોથળા દોડ, ભમરડો, દૌરડા કુદ, આંધળો પાટી, લંગડી, ટાયર, સહિત ની અનેક વિસરાતી જતી જૂની રમતો રમાડવામાં આવશે. આ કાર્યક્રમ પહેલા વોર્મ અપ માટે યોગા અને ઝુમ્બા દરેક આવનારને કરાવવામાં આવશે. આ સાથે જ કાર્યક્રમના સ્થળ પર આર્ટ કોર્નરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માં મોરબી શહેરના વધુને વધુ લોકો જોડાય તે માટે મોરબી મહાનગર પાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.







