BHUJGUJARATKUTCH

ઉમંગ અને ઉલ્લાસનો પાવન પર્વ ઉત્તરાયણ નિમિતે “સાંસદ પતંગ મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૭ જાન્યુઆરી : દર વર્ષે ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ, સૂર્ય અને જીવનમાં સકારાત્મક પરિવર્તનનું પ્રતિક છે. ઉતરાયણના દિવસે સ્નાન, દાન અને સૂર્ય ભગવાનની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. ઉતરાયણ એ ગુજરાતનો સૌથી ખુશખુશાલ તહેવાર છે, જ્યારે આકાશ પતંગોથી ભરાઈ જાય છે. આ પર્વની સેવા વસ્તીના બાળકો આનંદ સાથે ઉજવણી કરી શકે તે હેતુથી કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના માધ્યમથી ભુજ ખાતે ‘સાંસદ પતંગ મહોત્સવ’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સેવા વસ્તીના બાળકોને પતંગ દોરાનું વિતરણ કરાયું અને તેમની સાથે ઉમંગથી આ પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રકૃતિ પૂજા અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિનો આ તહેવાર સૌના જીવનમાં નવી ઉર્જા અને ખુશીઓ લાવે એવી આશા સાથે સાંસદ વિનોદભાઈ એ સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે  દિલીપભાઇ દેશમુખ, રશ્મિબેન સોલંકી, દેવરાજભાઈ ગઢવી, મનીશભાઈ બારોટ, કમલભાઈ ગઢવી, અશોકભાઇ હાથી, વિરમભાઇ આહીર, જયંતભાઈ ઠક્કર, હિતેષભાઈ ગોસ્વામી, દીપકભાઈ ડાંગર, આશિકાબેન ભટ્ટ, રસિલાબેન પંડયા, બિંદિયાબેન ભાટી , નિલયભાઈ ગોસ્વામી, શૈલેશભાઈ ચૌહાણ, નીતિનભાઈ પંડયા, ભવ્ય જેઠી, દિલીપ ચૌહાણ, હેત ત્રિપાઠી, સાવન ગોસ્વામી, રચનાબેન શાહ, હિરેનભાઇ રાઠોડ, નરેશ ચૌહાણ, હરેશ મહેશ્વરી, કેશવ જેઠી, મનુભા જાડેજા, હિતેશ ગણાત્રા, કિરણભાઈ સોલંકી, રાજેશભાઇ ગોર, અરવિંદભાઈ લેઉવા, કિશોરભાઇ મહેશ્વરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!