કાલોલ શહેરમાં શબ-એ-મેરાજ પર્વ નિમિત્તે મુસ્લીમ બિરાદરો દ્વારા મસ્જીદો અને મદ્રેસાઓને રોશનીથી શણગારવામાં આવ્યા.

તારીખ ૧૭/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
મેરાજ ઉન નબી અથવા શબ-એ-મેરાજ એ હઝરતે પયગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ની સ્વર્ગની યાત્રાનો ઉલ્લેખ કરે છે. તે ઇસ્લામના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર ઘટના માનવામાં આવે છે અને ઇસ્લામ ધર્મના આખરી પેગંબર સાહેબ ને ઇસ્લામીક કેલેન્ડર મુજબ રજ્જબ મહિનાની ૨૭મી રાત્રીએ હઝરત જિબ્રીલ અલયસલામ સાથે પયગંબર હઝરત સૈયદના મોહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ને મક્કાથી જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ થઈ બુરાક સાથે અલ્લાહ તાલાહ ની મુલાકાત માટે એકથી લઈ સાત આસમાનનોની સફર કરી હતી ત્યારપછી પેગંબર સાહેબે અલ્લાહ તાલાહ સાથે મૂલાકાત કરી હતી જેનું વિગતવાર વર્ણન અલ્લાહ તાલાહ ની મુકદ્દશ કિતાબ કુરાન સાથે હદીસોમાં પણ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર વિશ્વ સહિત ભારતમાં મુસ્લીમ સંપ્રદાયના લોકો આ રાત્રીએ શબ-એ-મેરાજ તરીકે ઉજવણી કરે છે. તેને લઈ ગતરોજ મોડી રાત્રે તારીખ ૧૬ મી જાન્યુઆરી એ મુસ્લીમ બિરાદરો દ્વારા શબ-એ-મેરાજ પર્વની ઉજવણી લઈ કાલોલ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા મસ્જીદો સાથે મદ્રેશા તેમજ દરગાહોઓમાં સહિત મુસ્લીમ બિરાદરો ના મકાનોને રંગબેરંગી રોશનીથી ઝળાહળા કરાયા હતા.ત્યારે મેરાજ ઉન નબી ના આ પર્વ નિમિતે મુસ્લિમ સંપ્રદાયના લોકો ગતરોજ મોડી રાત્રીએ વિશેષ નફીલ નમાઝ અદા કરી ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.





