ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન પાણી વેરાની વસુલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને તે હેતુથી પાણી પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પાણી વેરા પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી.
100%.અને 50%.વેરા વસુલાત કરનારાં માંડવી તાલુકાની ગૂંદીયાળી, લખપત તાલુકાની જુણાગીયા, ભચાઉ તાલુકાની ઘરાણા ગ્રામ પંચાયતોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ જાન્યુઆરી : ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન થાય, યોજનાનું માળખું સુદ્રઢ બને, પાણી વેરાની વસુલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને તે હેતુથી પાણી પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા પાણી વેરા પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી છે. જેના પ્રારંભિક વર્ષ ૨૦૨૪-૨૫માં કચ્છ જીલ્લા પંચાયત કચેરીએથી દરખાસ્ત થયેલ અને મંજૂર થયેલ કુલ ૪૨ જેટલી ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૨૬.૧૦ લાખની પ્રોત્સાહક રકમ તેમજ ગ્રામ પંચાયતના VCE મારફતે સહયોગ / કરેલ કામગીરી માટે વેરો ઉઘરાવાયેલ પ્રતિ ઘર દીઠ રૂ. ૭/- લેખે કચ્છ જીલ્લાના કુલ ૨૨૪ જેટલા VCEને કુલ રૂ. ૧૦.૦૫ લાખ જેટલી પ્રોત્સાહન રકમ વાસ્મો દ્વારા ફાળવવામાં આવેલ છે. જે પૈકી ૦૭ જેટલી ગ્રામ પંચાયતોને આજ રોજ તા. ૧૭/૦૧/૨૦૨૬, શનિવારના રોજ ભુજ ખાતે માન. પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, માન રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમ છાગા, કચ્છ જીલ્લા પંચાયતના માન. પ્રમુખ જનકસિંહ જાડેજા, માન. સામાજીક ન્યાય સમિતિના ચેરમેન પુરશોત્તમભાઈ મારવાડા, ભુજ વિસ્તારના ધારાસભ્ય માન. કેશુભાઈ પટેલ, નખત્રાણા વિસ્તારના માન. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, કચ્છ જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ અન્ય જીલ્લા કક્ષાના અધિકારી ઓની ઉપસ્થિતિમાં પાણી વેરા વસુલાત પ્રોત્સાહક યોજનાના પ્રસંશા સહ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. જેમાં ૧૦૦% વેરા વસુલાત કરનાર રાપર તાલુકાની શાણપર, ૫૦% વેરા વસુલાત કરનાર ભુજ તાલુકાની વર્ધમાનનગર, નાગોર, નખત્રાણા તાલુકાની નેત્રા, માંડવી તાલુકાની ગૂંદીયાળી, લખપત તાલુકાની જુણાગીયા, ભચાઉ તાલુકાની ઘરાણા ગ્રામ પંચાયતોને સન્માનીત કરવામાં આવ્યા હતા.



