BHUJGUJARATKUTCH

શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભુજ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

યોજનાકીય લક્ષ્યાંક પૂર્ણ કરવા સાથે ગ્રામ વિકાસના કામોમાં ગુણવત્તા જાળવવાનું જણાવતા મંત્રી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૭ જાન્યુઆરી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ભુજ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને કામગીરીની સમીક્ષા સાથે સુધારાત્મક જરૂરી સૂચનો આપ્યા હતા.ગ્રામીણ વિકાસ મંત્રી એ ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી ઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં ગ્રામ વિકાસના ચાલતા કામો અંગેની સમીક્ષા કરી હતી.બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખે કચ્છ જિલ્લામાં ગ્રામ વિકાસના કામો જેવા કે, સ્વચ્છ ભારત મિશન (ગ્રા), પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા), મનરેગા, મિશન મંગલમ હેઠળ થતી વિવિધ કામગીરીના લક્ષ્યાંક, પ્રગતિ હેઠળના કામ, સ્ટાર્ટઅપ ફંડ, લખપતિ દીદી અંગેનો સર્વે, સક્રીય જોબકાર્ડ અને તેનું મોનીટરીંગ, વિવિધ કામોને અપાયેલી વહીવટી મંજૂરીની વિગતો, સોલીડ વેસ્ટ મેનજેમન્ટની કામગીરી, સામૂહિક કમ્પોસ્ટ પીટ, સેગ્રીગેશન શેડ, વ્યક્તિગત તથા સામૂહિક શૌચાલય, ફીલ્ટર ચેમ્બર, ડોર ટુ ડોર કલેક્શન તથા સામુહિક શોકપીટ, રણોત્સવમાં સખીમંડળોને સ્ટોલ ફાળવણી તથા તેમના વેચાણ સહિતની કામગીરીની વિગતોથી મંત્રી ને અવગત કર્યા હતા.બેઠકમાં કેબીનેટ મંત્રી એ ગ્રામ વિકાસ માટે ઉભી કરાયેલી સુવિધાના નિભાવ તથા અમલીકરણ માટેના પડકારોને ઉકેલવા મુદ્દે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા, પ્લોટ વિહોણા લાભાર્થીઓને પ્લોટ આપવા તથા ગામતળ નીમ કરવાની પ્રક્રિયા ઝડપી કરવા, બાંધકામની ગુણવત્તામાં બાંધછોડ ન કરવા સહિતની બાબતે ભાર મૂક્યો હતો. વધુમાં મંત્રી એ સ્વઃ સહાય જૂથોની મહિલાઓ માટે આજના સમયની જરૂરીયાત મુજબ કયા નવા કૌશલ્ય તાલીમ ટ્રેડ તથા સર્ટીફીકેટ કોર્ષ આઇ.ટી.આઇ ખાતે શરૂ કરી શકાય તે અંગે તથા શહેર તથા મોટી પંચાયત કક્ષાએ સખી મંડળની બહેનોને વેચાણ પ્લેટફોર્મ મળી રહે તે માટે ગ્રામહાટ બનાવવા અંગેની બાબતે પણ ચર્ચા કરી હતી.આ પ્રસંગે તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!