NANDODNARMADA

નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહ તડવી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ મનસુખભાઈ વસાવાએ કરજણ જળાશય યોજનાના અસરગ્રસ્તોના પ્રશ્નો, વસાહતમાં લાભાર્થીને આવાસ બાંધવા સામે ઉપસ્થિત થતી મુશ્કેલીઓ, દેડિયાપાડાના મોઝદા-ડુમખલ રોડ પર બ્રીજના કામમાં થઈ રહેલો વિલંબ, અસા-માલસર બ્રીજ, કેવડિયાના છ અસરગ્રસ્ત ગામોના નાગરિકોના વળતરની બાબતો, જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ઓરડાની સ્થિતિ, જૂનારાજ ઈકો ટુરિઝમ સાઈટના વિકાસની બાબતો, દેડિયાપાડા તાલુકામાં મધ્યાહન ભોજન સંચાલકોની ખાલી જગ્યા ભરવા બાબત, રાજપીપલા હરસિદ્ધી માતા મંદિરની પ્રોટેક્શન વૉલ, ચીકદા તાલુકો બન્યા બાદ તેમાં અલગ અલગ વિભાગોની કચેરીઓ અને તેના મકાનો, માર્ગ અને મકાન વિભાગના જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓની સ્થિતિ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાલતી એસ.ટી.બસોના ડ્રાયવરોના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

 

જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવીએ તિલકવાડા દેવલીયા રોડ પર અકસ્માત નિવારણ માટે જરૂર મુજબના બમ્પ મુકવા, પાણી પુરવઠા બોર્ડના કરાર આધારિત કર્મીઓના વેતનની બાબતો અંગે રજૂઆત કરતા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

 

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ તેમના મત વિસ્તારના નાગરિકોના વિકાસ કામો જેવા કે, જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ચાલતી આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થિતિ, જિલ્લામાં એટીવીટીની કાર્યવાહક કમિટિના સભ્યોની નિમણૂંકની માર્ગદર્શિકા, જિલ્લામાં આવેલી હોસ્પિટલોમાં તબીબોની નિમણૂંક અને મહકમની સ્થિતિ તથા જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિની બેઠક સમયસર બોલાવવા અંગેના પ્રજાજનોના પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા. તેમજ વન વિભાગ દ્વારા અટકાવાયેલ સરકારી કામો સંદર્ભે રજૂઆત કરી હતી

Back to top button
error: Content is protected !!