ડેડિયાપાડા મામલતદાર કચેરી ખાતે જાતિનો દાખલો કઢાવવા ઈદલાવી ગામની આદિવાસી યુવતીને અચાનક ચક્કર આવતાં જમીન પર પડી.
ડેડિયાપાડા મામલતદાર કચેરી ખાતે જાતિનો દાખલો કઢાવવા ઈદલાવી ગામની આદિવાસી યુવતીને અચાનક ચક્કર આવતાં જમીન પર પડી.
ડેડીયાપાડા મામલતદાર કચેરીએ જાતિનો દાખલો કઢાવવા આવેલ આદિવાસી યુવતી અચાનક ચક્કર આવતા ઢળી પડી
જનસેવા કેન્દ્ર માં ચાલતો અંધેર વહીવટ સુધારવા વિદ્યાર્થીઓ અને લોકોની માંગણી;
નેટ સુવીધા બંધ હોવાથી યુવતી કલાકો સુધી બહાર ઊભી રહેતા ચક્કર આવતાં જમીન પર પડી,
ડેડિયાપાડા મામલતદાર કચેરીએ આજે તા.૧૫ જુલાઈ, ૨૦૨૪ ના રોજ ડેડિયાપાડા તાલુકાના ઈદલાવી ગામની આદિવાસી યુવતી નયનાબેન છીડીયાભાઈ વસાવા જાતિનો દાખલો કઢાવવા માટે મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર માં આવી હતી. ત્યારે જનસેવા કેન્દ્ર ખાતે નેટ બંધ હોવાથી આ કન્યા બહાર કલાકો સુધી ઉભી હતી ત્યાં તેને અચાનક ચક્કર આવતાં તે જમીન ઉપર બેભાન હાલતમાં પડી ગઈ હતી. ત્યારે ત્યાં આજુબાજુ ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને તેને હોશમાં લાવવામાં માટે પ્રયત્નો કર્યા હતા. ત્યારે એવું પણ ચર્ચાય રહ્યું હતું કે આદિવાસી યુવતીઓ પોતાના ઘરેથી આવક જાતિના દાખલા કઢાવવા માટે આવે છે. ત્યારે આજે સોમવારે અઠવાડિયાના પહેલાં દિવસે જ નેટ બંધ હોવાથી ભૂખે તરસે ઉભેલી આ આદિવાસી યુવતી બેભાન થઈ ગઈ હતી મૂર્છિત થઈ ગઈ હતી.
ડેડિયાપાડા મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્ર માં આવક જાતિના દાખલા લેવા માટે કલાકો સુધી આદિવાસી યુવતીઓએ આદિવાસી લોકોએ ઉભું રહેવું પડે છે. ઘણીવાર નેટ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ધરમધકકા ખાવાનો વારો આવે છે. ડેડિયાપાડા મામલતદાર કચેરીએ જન સેવા કેન્દ્ર માં જે અંધેર વહીવટ ચાલે છે તેને સુધારવાની જરૂર છે એવી વિધાર્થીઓ અને લોકોએ માંગણી કરી છે.




