CHOTILACHUDADASADADHRANGADHRAGUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં 150 થી વધુ CSC સેન્ટરોના આઈડી બ્લોક થયાં, ડિજિટલ સેવાઓમાં શિસ્ત લાવવા તંત્રની કડક કાર્યવાહી હાથ ધરી

તા.20/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર વ્યવસ્થામાં નિયમ પાલન સુનિશ્ચિત કરવા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના માર્ગદર્શન હેઠળ ચાલતા કોમન સર્વિસ સેન્ટરોમાં નિયમ ભંગની ફરિયાદોને પગલે જિલ્લાના કુલ 150 કોમન સર્વિસ સેન્ટરોના લોગિન આઈડી તાત્કાલિક અસરથી બ્લોક કરવામાં આવ્યા છે જેના કારણે કોમન સર્વિસ સેન્ટરોની તમામ ડિજિટલ સેવાઓ બંધ થઈ ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લા કોમન સર્વિસ સેન્ટરના મેનેજર વિપુલભાઈ દેશાણીના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 1200થી વધુ કોમન સર્વિસ સેન્ટરો કાર્યરત છે જે આધાર અપડેટ, બેંકિંગ સેવાઓ, પાન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, સરકારી યોજનાઓ, લોન, ઇન્શ્યોરન્સ અને વીજળી– પાણી બિલ ચુકવણી જેવી મહત્વપૂર્ણ સેવાઓ નાગરિકોને પ્રદાન કરે છે સરકારનો હેતુ નાગરિકોને એક જ સ્થળે પારદર્શક અને વિશ્વસનીય ડિજિટલ સેવાઓ આપવાનો છે ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અનેક કોમન સર્વિસ સેન્ટરોમાં અધિકૃત બોર્ડ ન લગાવવું, સરકારી રેટ ચાર્જ લિસ્ટ જાહેર ન કરવી, મનમાની વસૂલાત કરવી, સંચાલક પાસે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ન હોવું, તેમજ સ્થાયી ઓફિસ વિના કામગીરી કરવી જેવી ગંભીર અનિયમિતતાઓ હતી કેટલાક કિસ્સાઓમાં એક જ વ્યક્તિ દ્વારા બહુવિધ કોમન સર્વિસ સેન્ટર આઈડીનો દુરુપયોગ પણ સામે આવ્યો છે આ અનિયમિતતાઓને ગંભીરતાથી લઈ પ્રાથમિક તબક્કે 150 સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ચોટીલા 11 આઈડી બ્લોક, ચુડામા 14, દસાડા 12, ધાંગધ્રા 17, લખતર 12, લીંબડી 16, મુળી 7, સાયલા 20, થાનગઢ 6, વઢવાણમાં 35 સહિત 150 થી વધુ આઈડી બ્લોક થયાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા મેનેજરે સ્પષ્ટ જણાવ્યું કે “આ તો માત્ર શરૂઆત છે નિયમોનું પાલન ન કરનાર CSC સેન્ટરો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી સહન કરવામાં આવશે નહીં અને આવનારા સમયમાં વધુ CSC સેન્ટરોની તબક્કાવાર તપાસ હાથ ધરવામાં આવશે *નવી કડક માર્ગદર્શિકા અમલમાં* આ કાર્યવાહી બાદ કોમન સર્વિસ સેન્ટરના સંચાલકો માટે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે જેમા દરેક CSC પર અધિકૃત CSC બોર્ડ ફરજિયાત, સરકારી રેટ ચાર્જ લિસ્ટ જાહેર પ્રદર્શિત કરવું, સંચાલક પાસે માન્ય PCC (પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ) હોવું, સ્થાયી ઓફિસ વિના CSC ચલાવવાની મનાઈ, ફરિયાદ માટે સંપર્ક નંબર અને સંચાલકની વિગતો દર્શાવવી તેવું જીલ્લા મેનેજરે જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!