કાલોલ છત્રીસ પરગણા રાજપૂત સમાજ નું ગૌરવ:ડૉક્ટર ઓફ ફિલોસોફી ની પદવી ગુહ મંત્રી અમિતભાઇ શાહનાં હસ્તે એનાયત.

તારીખ ૨૦/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ છત્રીસ પરગણા રાજપૂત સમાજ ના અ.સૌ વંદનાબા ધવલસિહજી પરમાર જેઓ ભરતસિંહજી વિજયસિંહજી પરમાર તથા ઈલાબા ના પુત્રવધુ મૂળ વતન અલવા હાલ સુરત તેમજ સ્વ.જીવતસિંહજી છત્રસિંહજી રાઠોડ તેમ જ પ્રેમિલાબા ના દીકરી મૂળ બરોલા હાલ ગોધરા એ “ફિજિ્યોથેરાપી ના ક્ષેત્ર માં પૂનર્વસન ” વિષય પર CHARUSAT યુનિવર્સિટી ચાંગા ખાતે થી P.HD (ડૉક્ટર ઓફ ફિલોસોફી ) ની ઉચ્ચતમ પદવી હાંસલ કરેલ છે. તાજેતરમાં ચાંગા ખાતે યોજાયેલ પદવીદાન સમારંભ માં ભારત ના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના વરદહસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. આ પી.એચ.ડી પદવી મેળવી કુટુંબ અને પંચમહાલ જીલ્લા અને છત્રીસ પરગણા રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે. કુટુંબ સમાજ પ્રત્યે સમર્પિત રહીં સમાજની ભાવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની , સામાજીક પ્રવૃતિઓ માં સહભાગી બનો તેવી સમગ્ર સમાજ તરફથી શુભેચ્છા પાઠવી હતી. આ સિદ્ધિ હાંસલ કરી તે બદલ વંદનાબા પરમાર એ છત્રીસ પરગણા રાજપૂત સમાજ નું ગૌરવ વધાર્યું છે.






