GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર મનપાએ મહેતા માર્કેટના નીલકંઠ ટ્રેડિંગના ગોડાઉનમાંથી આશરે 900 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

તા.22/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે શહેરના મહેતા માર્કેટ વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડિંગના ગોડાઉન પર ચેકિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન, પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે પ્લાસ્ટિકની થેલીઓ, કપ, પ્લેટ વગેરેનો આશરે ૯૦૦ કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો હતો મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ જથ્થાને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો છે અને તેની સામે નિયમો અનુસાર ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહાનગર પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેરના નિર્માણ માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન વેચાણ તથા સંગ્રહ સામે કાર્યવાહી કરવામાં આવશે નાગરિકોને પણ આ અભિયાનમાં સહયોગ આપવા અને પર્યાવરણ સંરક્ષણમાં ભાગીદાર બનવા અનુરોધ કરવામાં આવે છે.





