સુરેન્દ્રનગર મનપાના સભાખંડમાં પીએમ સ્વનિધિ 2.0ના લાભાર્થીઓને લોનના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો
પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડનો વર્ચ્યુઅલી દેશવ્યાપી શુભારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

તા.23/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડનો વર્ચ્યુઅલી દેશવ્યાપી શુભારંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ સ્વનિધિ 2.0 યોજના અંતર્ગત 1 લાખ લાભાર્થીઓને લોન અને ક્રેડિટ કાર્ડ વિતરણનો વર્ચ્યુઅલી દેશવ્યાપી શુભારંભ કર્યો હતો આ કાર્યક્રમમાં તેઓએ કેરળના તિરુવનંત પુરમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વસતા શેરી ફેરીયાઓ માટે આવાસ અને શહેરી બાબતો મંત્રાલયના કેન્દ્ર પુરસ્કૃત યોજના PM Street Vendors AtmaNirbhar Nidhi – PM SVANidhiનું અમલીકરણ કરવામાં આવ્યું છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કોવિડ-19થી અસરગ્રસ્ત શેરી ફેરીયાઓને તેમની આજીવિકા માટે વર્કિંગ કેપિટલ લોન પૂરી પાડીને તેમનો વ્યવસાય પુનઃશરૂ કરવામાં અને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ કરવાનો છે આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રીએ તિરુવનંત પુરમથી વર્ચ્યુઅલી શુભારંભ કરતાં સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સભાખંડમાં મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેની ઉપસ્થિતિમાં પીએમ સ્વનિધિ 2.0ના 97 લાભાર્થીઓને લોનના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પ્રધાન મંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે બેંક ઓફ બરોડાના પ્રાદેશિક કચેરીના પ્રતિનિધિએ ઉપસ્થિત લાભાર્થીઓને પીએમ સ્વનિધિ 2.0 યોજનાના લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી શહેરી ભાજપ પ્રમુખ દેવાંગ ભાઈએ જણાવ્યું હતું કે સરકારની આ યોજના રોજ કમાઈ રોજ ખાવા વાળા લોકો માટે આશીર્વાદરૂપ છે આવી યોજનાઓ થકી રોજગારીનું સર્જન થાય છે અને લોકો આત્મનિર્ભર બને છે તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા પીએમ સ્વનિધિ 2.0ના લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ લાભાર્થીઓ સાથે સંવાદ કરીને યોજના થકી તેમને મળેલા લાભો અંગે માહિતી મેળવી હતી તેમણે ઉપસ્થિત સૌને કચરો કચરા પેટીમાં જ નાખવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે એક સુંદર અને સ્વચ્છ સુરેન્દ્રનગર શહેરનું નિર્માણ કરવાની જવાબદારી આપણા સૌની છે નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણાએ ઉપસ્થિત લાભાર્થીઓને પ્રોત્સાહિત કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આવી યોજનાઓ થકી લોકો આત્મનિર્ભર બનશે અને સન્માનભર્યું જીવન જીવી શકશે આ કાર્યક્રમમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ હેઠળ પીએમ સ્વનિધિ 2.0 યોજનાના લાભાર્થીઓના મંતવ્યો રજૂ કરતી ટૂંકી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત સૌએ નિહાળી હતી આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પીએમ સ્વનિધિ 2.0 યોજનાના લાભાર્થીઓને લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ તથા પીએમ સ્વનિધિ 2.0 યોજનાના લાભાર્થીઓ તેમજ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





