GUJARATKUTCHMANDAVI

અદાણી ફાઉ. દ્વારા નાની ખાખરને સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમનું નાની ખાખરમાં આયોજન.

નાની ખાખર ને બનાવશે મોડેલ વિલેજ: રક્ષિત શાહ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા- 23 જાન્યુઆરી, 2026, નાની ખાખર –અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા નાની ખાખર ગામને સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે વિકસાવવાના અભિયાનનું આજે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશનના ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામીણ સશક્તિકરણના વ્યાપક પ્રયાસોનો ભાગ છે.અદાણી ગ્રુપ દ્વારા અગાઉ કચ્છમાં જ ધ્રબ અને ભોપાવાંઢ (વાંઢ) ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ ગામોમાં ૭૫૦થી વધુ ઘરોને રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા સૌર ઊર્જા મેળવી રહ્યા છે અને તે કચ્છના પ્રથમ સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે ચમકી રહ્યા છે. અદાણી ગ્રુપની આ સફળતા બાદ નાની ખાખર આ શ્રેણીમાં ત્રીજું ગામ બની રહ્યું છે.આ પ્રોજેક્ટ અંતર્ગત ગામના તમામ ઘરોને અદ્યતન સોલાર ઊર્જા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવશે. આનાથી ગામને નોંધપાત્ર લાભ મળશે જેવા કે દરેક ઘરમાં માસિક ૨,૦૦૦ થી ૩,૦૦૦ રૂપિયા સુધીની વીજળીની બચત થશે અને ઘણા ઘરોને મફત વીજળી મળશે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જેથી હવા સ્વચ્છ રહેશે અને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ મળશે.આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગામવાસીઓના સહયોગ અને સરકારી સમર્થનથી નાની ખાખરને મોડલ વિલેજ તરીકે વિકસાવવાનું મહત્વપૂર્ણ પગલું છે.કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે (મુન્દ્રા-માંડવી) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ ઊર્જાને મજબૂત બનાવશે અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપશે. તેમણે ગામવાસીઓને આ યોજનાનો લાભ લેવા અને અદાણી ફાઉન્ડેશન સાથે સહયોગ આપવા આહ્વાન કર્યું.અદાણી પોર્ટસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું કે અમારી ટીમ સ્થાનિક લોકો સાથે મળીને આ પ્રોજેક્ટને સફળ બનાવશે અને એક પણ ઘર આ લાભથી વંચિત નહીં રહે. ઉપરાંત આવનારા સમયમાં અન્ય ગામોને પણ સોલાર વિલેજ બનવાની યોજના છે.કાર્યક્રમમાં સરપંચશ્રી, પંચાયતના સભ્યો, ગ્રામજનો, PGVCLના અધિકારીઓ, ફાઉન્ડેશનની ટીમ, સતીશભાઈ પટેલ, ભાવિનભાઈ પટેલ (ડેપ્યુટી એન્જિનિયર), શિક્ષકો, ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા અને પ્રોજેક્ટને પૂર્ણ સમર્થન આપ્યું.અદાણી ફાઉન્ડેશન કચ્છ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, જળ સંરક્ષણ, કૌશલ્ય વિકાસ, મેન્ગ્રોવ વાવેતર અને ટકાઉ વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉમદા કાર્ય કરી રહી છે. ધ્રબ અને ભોપાવાંઢ જેવા ગામોમાં સફળ સોલાર પ્રોજેક્ટ ઉપરાંત મુન્દ્રા-માંડવી વિસ્તારમાં સરકારી શાળાઓને સુધારવા, પાણીની અછત દૂર કરવા, આરોગ્ય સુવિધાઓ વધારવા અને સમુદાયને સશક્ત બનાવવાના અનેક પ્રયાસો ચાલુ છે.નાની ખાખર ગામના લોકો તરફથી મળી રહેલો ઉત્તમ સાથ અને સહકાર આ પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવી રહ્યો છે. અદાણી ફાઉન્ડેશન આ વિસ્તારના વિકાસ માટે સતત કટિબદ્ધ રહેશે અને આવનારા સમયમાં પણ આ દિશામાં વધુ કાર્ય કરવા તૈયાર છે.

Back to top button
error: Content is protected !!