GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સાંસદ રાજપાલસિંહ ના અધ્યક્ષતામાં ચલાલી ખાતે ટુવા -વેજલપુર-માલુ વેચાત -ચલાલી થી કરોલીના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત.

તારીખ ૨૪/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ચલાલી ગામ ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષતામાં ટુવા-વેજલપુર-માલુ વેચાત-ચલાલી થી કરોલીના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જ્યાં આ કાર્યક્રમમાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ખાસ ઉપસ્થિતિ વચ્ચે કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ અને મહામંત્રી સહિત જીલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સાથે સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.રસ્તાના કામોની શરૂઆત સાથે, સ્થાનિક લોકોને વધુ સારી પરિવહન સુવિધાઓ મળવાની આશા સ્થાનીક લોકોએ વ્યક્ત કરી હતી અને આ રસ્તાના કામો સ્થાનિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને લોકોની જીવનશૈલીમાં સુધારો કરશે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક આગેવાનોએ સાંસદ રાજપાલસિંહ જાદવનો આભાર માન્યો અને રસ્તાના કામોની ઝડપી પૂર્ણતા માટે અપીલ કરી હતી.








