ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજથી અરવલ્લી સંરક્ષણ યાત્રાનો પ્રારંભ, યાત્રા 700 કિમી અંતર કાપી ત્રણ રાજ્યોમાં ફરી દિલ્હી પહોંચશે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજથી અરવલ્લી સંરક્ષણ યાત્રાનો પ્રારંભ, યાત્રા 700 કિમી અંતર કાપી ત્રણ રાજ્યોમાં ફરી દિલ્હી પહોંચશે

અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ સાથે મેઘરજથી અરવલ્લી સંરક્ષણ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અરવલ્લી વિરાસત જન અભિયાન દ્વારા આયોજિત કઢાઈ યાત્રાનો પ્રારંભ મેઘરજ સર્કિટ હાઉસ ખાતેથી કરવામાં આવ્યો હતો.

યાત્રાની શરૂઆત પહેલાં વલુણા આશ્રમ ખાતે પ્રકૃતિ પૂજન કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ યાત્રા કુલ 40 દિવસ સુધી ચાલશે અને ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા થઈ અંતે દેશની રાજધાની દિલ્હી પહોંચશે.યાત્રા દરમિયાન અરવલ્લી પર્વત વિસ્તારના વિવિધ વિસ્તારોમાં જઈ ત્યાંના સ્થાનિક લોકોની સમસ્યાઓ, પર્વત વિસ્તારોમાં થઈ રહેલા ખનન, પર્યાવરણને થતાં નુકસાન તેમજ જીવન નિર્વાહ સંબંધિત મુદ્દાઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવશે.અરવલ્લી ગિરિમાળાને બચાવવા માટે યોજાયેલી આ યાત્રામાં પંજાબ અને હરિયાણા રાજ્યના પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલા કાર્યકરો પણ જોડાયા છે. આ યાત્રા દ્વારા સરકાર અને સંબંધિત વિભાગો સમક્ષ અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટેની માંગણીઓ રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.પર્યાવરણ બચાવ માટે શરૂ કરાયેલ આ સંરક્ષણ યાત્રાએ અરવલ્લી જિલ્લામાં વ્યાપક ચર્ચા જગાવી છે અને આવનારા દિવસોમાં તેનો પ્રભાવ વિશાળ સ્તરે જોવા મળશે.

Back to top button
error: Content is protected !!