કાલોલ ના વેજલપુર ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ ના હસ્તે “આશીર્વાદ વૃધ્ધાશ્રમ”નું લોકાર્પણ કરવામાં આવ્યું

તારીખ ૨૫/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે માનવ સેવા વિકાસ મંડળ દ્વારા આશીર્વાદ વૃધ્ધાશ્રમ નું ઉદઘાટન પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે વૃધ્ધાશ્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે સૌ મહેમાનો નું સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પુર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ,કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,વેજલપુર ડેપ્યુટી સરપંચ અર્પિતભાઈ શેઠ,ગામ પંચાયતના સભ્ય નિશાંતભાઈ શાહ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં આ નિમિતે વકીલ નરેન્દ્ર પરમાર દ્વારા સંસ્થા ની માહિતી આપવામાં આવી હતી અને સંયોજક કવિ વિજય વણકર દ્વારા પુર્વ ભૂમિકા આપી માહિતગાર કર્યા હતા આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ મણીબેન અમીન અને ડાહ્યાભાઈ અમીન થકી સંસ્થા ને જાળવી રાખવા ની અને વૃદ્ધોને વધુ વિશેષ રીતે આયોજન થી જાળવવા કટિબદ્ધતા દર્શાવી હતી આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા જયારે જયારે ગમે ત્યાં કોઈ તકલીફ પડે અગર કોઈ કામ હોય તો અચૂક મને ઘ્યાન કેન્દ્રિત કરવું જે બાબતે હું સત્વરે મદદરૂપ બનીશ એવું વચન આપી ને એક વધું વિશ્વાસ અને હિંમત આપી છે આ તબ્બકે અશ્વિનભાઈ પટેલે સર્વ સમાજ અને દરેકે નાત જાત વગર જે સાહસ આ સંસ્થાએ ઉપાડ્યું છે ત્યારે જેના જન્મ દિવસ હોય તો કેક કાપી ને ઉજવવા કરતાં આવા ઘરડા ઘર માં ભોજન આપીએ તો આશિર્વાદ મળે અને એક પુણ્ય નું કામ બને તેમ પોતાના વિચારો વ્યકત કર્યાં હતાં અંત માં ટ્રસ્ટ ના ભૂપેન્દ્રભાઈ રાઠોડે આભાર વિધિ કરી હતી ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ પણ પ્રકારની નાત જાત સિવાય સર્વ સમાજ માટે આ વૃધ્ધાશ્રમ શરૂ કરવામાં આવ્યું છે સૌ મુલાકાત લેશો એવી અભિવ્યક્તિ વ્યકત કરી હતી.






