
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાનાં સિનોર ખાતે આવેલ રામજી મંદિરમાં શ્રી નર્મદા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે માતાજીની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સાથે સાથે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી.
મહોત્સવ દરમિયાન પૂજા-અર્ચના, હવન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજતું રહ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ હાજરી આપી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આયોજકો દ્વારા ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.





