સાંસદ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને “વિકસિત ભારત જી.રામ.જી યોજના”અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

તારીખ ૨૫/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકાના કરોલી ગામમાં આવેલ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને “વિકસિત ભારત જી.રામ.જી યોજના” અંતર્ગત વ્યાપક જનજાગૃતિ લાવવાના હેતુથી એક કાર્યક્રમ યોજાયો હતો જ્યાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા અને યોજનાના હેતુ, લાભો તથા અમલીકરણ પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપતાં સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું કે, “વિકસિત ભારત જી.રામ.જી યોજના”નો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને વેગ આપવાનો અને લોકોની જીવનશૈલીમાં સુધારો કરવાનો છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને લોકોને સ્વ-રોજગારીની તકો મળશે તેવું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં આજુબાજુ ગામના મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે આ વિકસિત ભારત જી.રામ.જી યોજના (VB-G RAM G) એ કેન્દ્ર સરકારની એક નવી પહેલ છે જે મનરેગા ને બદલવા માટે લાવવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધારવાનો અને ગ્રામીણ વિકાસને વેગ આપવાનો છે. આ યોજના હેઠળ, ગ્રામીણ પરિવારોને વર્ષમાં 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે, જે મનરેગા હેઠળના 100 દિવસ કરતાં વધારે છે.







