ધ્રાંગધ્રા બામ્ભા શેરીમાં નવી ક્લિનિકનું ઉદ્ઘાટન – પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજા હસ્તે રિબન કાપી શુભેચ્છા પાઠવી

તા.25/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના બામ્ભા શેરી વિસ્તારમાં આજે એક નવી આરોગ્ય સેવાઓને વેગ આપતી ક્લિનિકનું ઉદ્ઘાટન યોજાયું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે ધ્રાંગધ્રા ભાજપ સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, સંગઠન હોદેદારો, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના આગેવાનો અને સ્થાનિક નાગરિકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહ્યા હતા પુર્વ મંત્રી આઈ.કે. જાડેજાએ ક્લિનિકના સંચાલકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શહેરમાં આવી આરોગ્ય સેવાઓ શરૂ થવાથી સામાન્ય નાગરિકોને નજીકમાં સારવાર સુલભ બનશે પ્રસંગ દરમ્યાન મહેમાનો દ્વારા ક્લિનિકની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ક્લિનિક શરૂ થવાથી બામ્ભાશેરી વિસ્તાર સહિત આસપાસના નાગરિકોને પ્રાથમિક અને નિયમિત સારવાર માટે વધુ સુવિધા મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.





