મોરબી મહાનગરપાલિકા દ્વારા ૭૭માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરાય
રીપોર્ટર :- શ્રીકાંત પટેલ-મોરબી
દેશભરમાં ૭૭ માં પ્રજાસત્તાક દિનની દબદબાભેર અને આન બાન અને શાન થી ઉજવણી થઈ રહી છે તેનાં ભાગરૂપે મોરબી શહેરમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા મણી મંદિરની બાજુમાં રાણીબાગ પાસે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં કમિશ્નર સ્વપ્નીલ ખરેએ ધ્વજ ફરકાવીને ધ્વજ વંદન કર્યા હતા. બાદમાં તેમને મોરબી શહેરના થયેલા વિકાસના કામોની અને હવે પછી થવાનાં છે તે વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી હતી જેમાં તેમણે તળાવની સુંદરતા અને વિકાસની વાત કરી જેમાં સાવસર તળાવ ના વિકાસ ની વાત કરી છે જેનાથી ઘણા લોકોમાં ખુશી છવાઈ છે કેમકે આ તળાવમાં રાજાશાહી વખતે બારેમાસ પાણી રહેતું અને સમય જતા તળાવ ઉપર દબાણ થઈ ગયા છે જે ખુલ્લા કરીને તળાવનો વિકાસ થશે. આ ઉપરાંત મહાનગરપાલિકા ની એક વર્ષ ના સમય માં ખુબજ સારી કામગીરી કરી છે તેવા કર્મચારીઓ નાં સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં કમિશનર સહિત અધિકારીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતન ની વાત દોહરાવી હતી. આ ધ્વજ વંદન કાર્યક્રમ માં કમિશ્નર સ્વપ્નીલ ખરે, નાયબ કમિશ્નર સંજયભાઇ સોની અને કુલદીપસિંહ વાળા, મોરબી શહેર ની સરકારી શાળા નાં વિદ્યાર્થીઓ, શહેરીજનો, અને મહાનગરપાલિકાનાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.




















