
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા- 26 જાન્યુઆરી : મહિલા સશક્તિકરણના મહત્વને કેન્દ્રમાં રાખી સંસ્થા દ્વારા સંચાલિત એકમ પૈકી પી. બી. ગડા પરમશાંતિ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, ભચાઉના આચાર્ય મતી જ્યોત્સનાબેન રબારીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી મતી જયાબેન શાહ, રસીલાબેન ગડા, તેમજ નવજીવન સ્કૂલના શિક્ષિકા રજનીબેન પણ ઉપસ્થિત રહીને ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.આ ઉજવણી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ પર આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, નૃત્ય, ભાષણ તથા સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. બાળકોને પ્રોત્સાહન આપવા માટે “એક અનોખો પ્રવાસ” અંતર્ગત વાલીદ્વારા બાળકોને યાદગાર ક્ષણોના રૂપે મોમેન્ટો, પ્રમાણપત્રો અને મેડલ્સ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંસ્થાના સ્થાપક મંત્રી જિતેન્દ્રભાઈ જોષીએ પોતાના પ્રવચનમાં “લેડીઝ ફર્સ્ટ” તથા મહિલાઓના અધિકારઅને સ્વતંત્રતાની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, સમાજ ઉપયોગીતામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારીથી જ સ્વતંત્ર અને સશક્ત સમાજનું નિર્માણ શક્ય છે. આજની મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં પોતાની શક્તિઓનું પ્રદર્શન કરી રહી છે અને રાષ્ટ્રની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે સમાજને લિંગભેદથી ઉપર ઉઠી માનસિક, શારીરિક અને સામાજિક સ્વચ્છતા અપનાવવાનો સંદેશ આપ્યો હતો.શાળાના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, તેમનું યોગ્ય ઘડતર થાય તો ભારતને વિશ્વ મહાસત્તા બનાવવાની કલ્પના સાકાર થઈ શકે અને સ્વચ્છ તથા સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય બને તેમ પણ તેમણે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં નવજીવન વિકલાંગ સેવાશ્રયના ટ્રસ્ટીશ્રીઓ જયાબેન શાહ, દેવજીભાઈ પરમાર, રસીલાબેન ગાલા, મનોજભાઈ શ્રીમાળીતેમજ સ્થાનિક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પરમાર,યુધિષ્ઠિરભાઈ મહેશ્વરી, નિલેશભાઈ ચાવડાઅને જયેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.આ દિવસે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ દાતા પ્રજાપતિભાઈ, લાયન્સ ક્લબ ઓફ ભચાઉ તથા ઇલેક્ટ્રોન સામખીયાળીના સહયોગથી બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવાવિશાલ જોષી, રાજીવસિંહ, મયુર પંડ્યાઅને બંને શાળાઓના તમામ શિક્ષક-શિક્ષિકા તથા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ હોસ્ટેલ માં રહેતા બાળકો માટે ભોજન તૈયાર કરી પ્રેમપૂર્વક જમાડનાર રસોઈયા માંગીલાલ મારવાડીનું પણ આ પ્રસંગે અભિનંદન કરવામાં આવ્યું હતું.







