સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવ
વઢવાણ તાલુકાનાં વિકાસ કામો માટે મંત્રી દ્વારા રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરાયો, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સર્વાંગી વિકાસ માટે રૂ. ૪૧૯ કરોડના કામો મંજૂર

તા.27/01/2026 બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વઢવાણ તાલુકાનાં વિકાસ કામો માટે મંત્રી દ્વારા રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરાયો, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સર્વાંગી વિકાસ માટે રૂ. ૪૧૯ કરોડના કામો મંજૂર
સુરેન્દ્રનગર જિલ્લાના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અને પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી મંત્રીએ દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ મહામુલી આઝાદીના ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત ‘ગ્રોથ એન્જિન’ તરીકે અગ્રેસર છે “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના મંત્ર સાથે રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી છે મંત્રીએ આ અવસરે દેશની સીમાઓનું રક્ષણ કરતા જવાનો અને આઝાદીના લડવૈયાઓને નમન કરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાલાવાડના અમૂલ્ય યોગદાનને ગૌરવભેર યાદ કર્યું હતું શહેરી વિકાસ મંત્રીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવ્યા બાદ સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ મહાનગર પાલિકાએ તેના ગઠનનું એક વર્ષ સફળતા સાથે પૂર્ણ કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ વર્ષમાં જ રૂ. ૪૧૯ કરોડના વિકાસકામો મંજૂર કરાયા છે વઢવાણ હેરિટેજ સિટી અને ઝાલાવાડ મ્યુઝિયમ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ઇતિહાસને જીવંત રાખવાની સાથે, ૬૫ કરોડના ખર્ચે ફ્લાયઓવર અને આઇકોનિક રોડ જેવા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નાગરિકોને ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ની પ્રતીતિ કરાવવામાં આવી રહી છે મંત્રીએ ઉમેર્યું હતું કે આજે નર્મદાના નીરના આગમનથી આ જિલ્લો નંદનવન બન્યો છે રાજ્ય સરકાર ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી અને સ્માર્ટફોન સહાય આપી આધુનિક બનાવી રહી છે વધુમાં તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી અને જળ સંચયના પ્રયાસોથી સુરેન્દ્રનગર જિલ્લાએ કૃષિ ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી છે વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી હવે રિજનલ સ્તરે પણ અબજો રૂપિયાનું મૂડીરોકાણ આ પ્રદેશમાં આવી રહ્યું છે મહિલા સશક્તિકરણ અને યુવા રોજગારી પર ભાર મૂકતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘મિશન મંગલમ’ યોજના હેઠળ જિલ્લાની હજારો બહેનો સખી મંડળો દ્વારા આર્થિક રીતે સધ્ધર બની છે જિલ્લામાં ૨.૧૮ લાખથી વધુ શૌચાલયો અને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબ પરિવારોને પાકું છત મળ્યું છે આ સાથે જ, ૨૦ જેટલી ITI સંસ્થાઓમાં ૩૦૦૦થી વધુ યુવાનો ‘ન્યૂ એજ કોર્સ’ દ્વારા કૌશલ્યબદ્ધ બની રહ્યા છે આયુષ્માન કાર્ડ અને શિક્ષણની વિવિધ યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર એક સ્વસ્થ, શિક્ષિત અને સશક્ત ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ છે આ કાર્યક્રમ શૃંખલામાં મંત્રીના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત વઢવાણ તાલુકાનાં અવિરત વિકાસ કામો માટે મંત્રી દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પરેડ કમાન્ડર અને એએસપી કર્ણકુમાર પન્નાની આગેવાની હેઠળ કુલ ૭ પ્લાટુનોએ પરેડ કરી હતી અને મંત્રીએ તેમની સલામી ઝીલી હતી પરેડમાં બે પુરુષ પ્લાટુન, એક મહિલા પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, જી.આર.ડી. પ્લાટુન, એન.સી.સી. પ્લાટુન, બેન્ડ પ્લાટુને ભાગ લીધો હતો. વિજેતા પ્લાટુનને પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું પોલીસ વિભાગના અશ્વ દળ દ્વારા વિશેષ અશ્વ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરેડમાં અશ્વ પર સવાર તાલીમબદ્ધ જવાનોએ પોતાની અદભૂત ક્ષમતા અને સાહસનું પ્રદર્શન કરતા વિવિધ અવનવા કરતબો રજૂ કર્યા હતા જવાનો અને અશ્વો વચ્ચેના અદભૂત તાલમેલ દ્વારા રજૂ કરવામાં આવેલા આ સાહસિક દ્રશ્યોએ હાજર રહેલા લોકોમાં ભારે ઉત્સાહ અને અનેરું આકર્ષણ જન્માવ્યું હતું જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને શૌર્યના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું પ્રજાસત્તાક પર્વના આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત, કચ્છી લોક નૃત્ય, તલવાર રાસ, પિરામીડ જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ તકે વિજેતા કૃતિઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું તદુપરાંત વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાં વિજેતા થયેલા ટેબ્લોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મંત્રી સહિતના સર્વે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે કિરીટસિંહ રાણા, પી.કે.પરમાર, પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દેવૈયા સહિતનાં પદાધિકારીઓ, પદ્મશ્રી સર્વ લવજીભાઈ પરમાર, જગદીશ ત્રિવેદી, જિલ્લા કલેકટર કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ સહિત વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






