MORBI:મોરબીના માઘાપર શેરીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના માઘાપર શેરીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા
મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી નંબર – ૦૪ મકાન નંબર ૦૧ રહેતા આરોપીએ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી બાતમીવાળી જગ્યાએથી જુગાર રમતા ૦૭ ઇસમોને રોકડ રૂપિયા ૨૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે મોરબી શહેરમાં આવેલ માધાપર શેરી નંબર – ૦૪ મકાન નંબર ૦૧મા રહેતા મુનવરખાન યુસુફખાન પઠાને પોતાના અંગત ફાયદા સારું પોતાના કબજા ભોગવડવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી તીનપત્તીનો જુગાર રમી રમાડતો હોવાની પોલીસને બાપની મળતા દાંતની વાળી જગ્યાએ રેડ કરતા સ્થળ પર જુગાર રમતા કુલ સાત ઇસમોમુન્નાવરખાન યુસુફખાન પઠાન રહે માધાપર શેરી નં ૦૪ મકાન નં ૦૧, સાહિદખાન મુન્નાવરખાન યુસુફઝઈ (ઉ.વ.૧૯) રહે માધાપર શેરી નં ૦૪ મકાન નં ૦૧, દાઉદભાઇ ગનીભાઇ પીપરવાડીયા (ઉ.વ.૪૪) રહે. જોન્સનગર લાતી પ્લોટ ૧૨ મોરબી, રવીભાઇ દેવાભાઇ ડાભી (ઉ.વ.૧૯) રહે મધાપર શેરી નં ૦૨ મોરબી, વીમલભાઇ ઉર્ફે વીપુલભાઇ નટુભાઇ સોલંકી (ઉ.વ.૪૮) રહે સ્વાતીપાર્ક ઉમીયા ગેટ ની અંદર ન્યુ એમ શાળા ની સામે મોરબી, હનીફભાઇ હુસેનભાઇ દીવાન જાતે ફકીર (ઉ.વ.૪) રહે બોરીચાવાસ લીલાપર રોડ મોરબી, વિપુલભાઇ ઉર્ફે ડબલી રામભાઇ ગરીયા (ઉ.વ.૨૮) રહે અંબીકાનગર માધાપર મોરબી વાળાને રોકડ રૂપિયા ૨૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








