GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં ૧૩ સપ્ટેમ્બરે લોક અદાલત, 4017 લોકોને ઈ-મેમોનો દંડ ન ભરનારને નોટિસ ફટકારાઈ

તા.22/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ઈ-મેમોનો દંડ ન ભરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી ઈ-મેમો મળ્યા હોવા છતાં દંડ ન ભરનારા લોકો માટે આગામી ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પ્રી-લિટિગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે આ અદાલતમાં કેસ દાખલ થતા અટકાવવા માટે વાહન ચાલકોને ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં બાકી રહેલો દંડ ભરી દેવા માટે અપીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં નેત્રમ અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી મોનિટરિંગથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ જારી કરવામાં આવ્યા હતા જે વાહન ચાલકોએ આ દંડ ભર્યો નથી તેવા ૪૦૧૭ વાહન માલિકોને સુરેન્દ્રનગર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા કોર્ટ નોટિસ મોકલવામાં આવી છે આ નોટિસ વાહન માલિકના સરનામા પર અને SMS દ્વારા પણ મોકલવામાં આવી છે ઈ-ચલણનો દંડ ભરવા માટે બે વિકલ્પો ઉપલબ્ધ છે ઑફલાઈન રોકડમાં નેત્રમ, પોલીસ અધિક્ષકની કચેરી, જવાહર ગ્રાઉન્ડ સામે સુરેન્દ્રનગર જિલ્લાના કોઈપણ નજીકના પોલીસ સ્ટેશન જ્યારે ઑનલાઈન ઈ-ચલણ ભરવા માટે https://echallan. parivahan.gov.in ૯૦ દિવસ વીતી ગયા હોય તેવા ઈ-ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ભરવા માટે https://vcourts.gov.in/ વધુમાં પોલીસ તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આપેલ લિંક સિવાય અન્ય કોઈ માધ્યમથી દંડ ભરશો નહીં અન્યથા તમે સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો નોટિસ મોકલવામાં આવેલા કેસોમાં વિવિધ પ્રકારના ટ્રાફિક ભંગનોમા ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ૧૦૨૫ કેસ, ઓવર સ્પીડ: ૪૫૩ કેસ, હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવવું: ૮૩૧ કેસ, સેફ્ટી બેલ્ટનો ઉપયોગ ન કરવો: ૫૫૨ કેસ, મોટરસાયકલ પર ત્રણ સવારી: ૭૪૩ કેસ, કારમાં બ્લેક ફિલ્મ: ૮૫ કેસ, ફેન્સી નંબર પ્લેટ: ૧૭૮ કેસ, ડ્રાઇવર સીટ પર પેસેન્જર: ૧૧૮ કેસ ભયજનક વાહન ચલાવવું: ૧૦ કેસ,પાર્કિંગ નિયમ ભંગ: ૧૦ કેસ તેમજ PUC, ડ્રાઇવિંગ લાઇસન્સ, વીમા પોલીસી વગેરેનો અભાવ: ૪૦ કેસ થયેલ હતા. જો ઈ-ચલણનો દંડ ઉપરોક્ત માધ્યમોથી ભરપાઈ કરવામાં આવશે તો તેના પર કોઈ કોર્ટ કેસ દાખલ કરવામાં આવશે નહીં આથી વાહન ચાલકોને સમયસર દંડ ભરપાઈ કરવા વિનંતી કરવામાં આવે છે તેમ જિલ્લા પોલીસ અધિક્ષકની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!