
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૮ જાન્યુઆરી : મિરઝાપરના મહિલા આચાર્ય સાથે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ ( I.A.S.) ના અણછાજતા વર્તનના વિરુધ્ધમાં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશના પગલે આજે જિલ્લાભરમાંથી ૨૫૦ થી વધારે શિક્ષક ભાઈ – બહેનો અડધી રજા રાખીને કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી સંગઠન શક્તિનો પરચો બતાવ્યો હતો. આ તકે શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણા આહિર, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, જિલ્લા સંઘના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સિ. ઉપપ્રમુખ જીતેન્દ્ર ઠક્કર, સરકારી માધ્યમિક સંઘના પ્રમુખ ઈન્દ્રજીતસિંહ જાડેજા, રાજ્યસંઘના ઉપપ્રમુખ વિલાસબા જાડેજા ઉપરાંત વિવિધ તાલુકા સંઘના પ્રમુખ – મંત્રીઓ સર્વેશ્રી રામુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, મનહરસિંહ ઝાલા, ભૂપતસિંહ સોઢા, નરેન્દ્રસિંહ જાડેજા, દિલુભા સોઢા, ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.





