BHUJGUJARATKUTCH

ભુજ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની ૧૦ જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

૧૩/૦૨/૨૦૨૬ સુધીમાં ભુજ ગ્રામ્ય મામલતદાર ની કચેરીએ અરજી કરવાની રહેશે

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૮ જાન્યુઆરી  : તાલુકાની ૧૭૫-મખણા, ૩૩૬-થડાવાંઢ(ધોરાવર), ૯૬ – કંઢેરાઇ, ૨૫૦-સંજોટનગર(કુકમા), ૭૬-મેઘપર(સરલી), ૧૦૦-ત્રાયા(નાગોર), ૪૫-વરલી, ૩૪૯-લાખોંદ કન્યા, ૧૮૧- લેર તથા ૨૨૬-ભારતનગર(પાલારા) મધ્યાહન ભોજન કેન્દ્રો પી.એમ.પોષણ અંતર્ગત ૧૦ જગ્યા પર સંચાલકોની જગ્યા ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મામલતદાર કચેરી, ભુજ(ગ્રામ્ય), પ્રથમ માળે, રૂમ નંબર-૧૪, એકોર્ડ હોસ્પિટલની સામે, ભુજમાંથી મેળવી લેવાના રહેશે. આ ફોર્મ ૧૩/૦૨/૨૦૨૬ સુધીમાં મામલતદાર કચેરી, ભુજ(ગ્રામ્ય) કચેરીએ જરૂરી આધાર પુરાવા જેવા કે, રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, જન્મ તારીખના આધાર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તેમજ એસ.એસ.સી કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તે અંગેની માર્કશીટ સહ તમામ આધારોની પ્રમાણિત નકલો સાથે સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે. ઉમેદવારની લાયકાત ૧૦ પાસ, પગારધોરણ રૂ.૪૫૦૦ રહેશે, વયમર્યાદા ૨૦ વર્ષથી વધુ ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ. ભરતી કરવાના થતાં કેન્દ્રોની માહિતી તથા અરજી ફોર્મ મામલતદાર કચેરી, ભુજ(ગ્રામ્ય)ની કચેરીથી મળી શકશે તેમ મામલતદાર ભુજ(ગ્રામ્ય)ની અખબાર યાદીમાં જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!