
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૯ જાન્યુઆરી : ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૨૪/૦૧/૨૦૨૬ ના રોજ મુન્દ્રાના પ્રાગપર ચોકડી સ્થિત અહિંસાધામ મધ્યે એક ભવ્ય ‘નારી સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને નારી અદાલતની કાર્યપદ્ધતિ, મહિલા સશક્તિકરણ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવાનો હતો.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મહિલાઓને આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મુન્દ્રા-માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપી નારી શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં મુંદરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન જોષી, એપીએમસી ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ જામ સહિતના આગેવાનો અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાના ‘માતા યશોદા એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં સુપરવાઈઝર શ્રીમતી સુરેખાબેન હસવાણી, કાર્યકર શ્રીમતી ક્રિષ્નાબેન તન્ના અને તેડાગર શ્રીમતી આશાબેન બાલાસરાનું સન્માન કરાયું હતું. સાથે જ મહાનુભાવોના હસ્તે બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDSના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી- શ્રી જ્યોતિબેન સુંબડ અને મુન્દ્રા ICDS ટીમ દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવાન પ્રયત્ન કરવામાં આવેલ હતો. નારી સંમેલનનું આયોજન અને સંકલન ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ ધ્વનિબેન ગોર દ્વારા કરવામાં આવેલ. પ્રોગ્રામનું સંચાલન હિમાનીબેન પટેલ અને આભારવિધિ જ્યોતિબેન સુંબડ દ્વારા કરવામાં આ વેલ.






