
કપડવંજ તાલુકાના ઘડિયા ગામ ખાતે CDP-5 યોજનાની ગ્રાન્ટ હેઠળ આજ રોજ ઘડિયા ગામ પંચાયત માટે મંજૂર થયેલ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત
ઘડિયા ગામ પંચાયતનું ખાતમુહૂર્ત સંપન્ન, વિકાસકાર્યોને CDP-5 ગ્રાન્ટથી ગતિકપડવંજ તાલુકાના ઘડિયા ગામ ખાતે CDP-5 યોજનાની ગ્રાન્ટ હેઠળ આજ રોજ ઘડિયા ગામ પંચાયત માટે મંજૂર થયેલ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું. ઘડિયા ગામ પંચાયતમાં નવનિયુક્ત તલાટી સાહેબના આગમન બાદ આ વિકાસકાર્યને મંજૂરી મળતા ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.આ ખાતમુહૂર્ત કાર્યક્રમ તલાટી કમ મંત્રી શ્રી અજયસિંહ સોલંકી તથા સરપંચ શ્રીમતી રામીબેન રેવાભાઈ વણકર ના વરદ હસ્તે સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.ગામ પંચાયત માટે મહત્વપૂર્ણ એવા આ વિકાસકાર્યથી ઘડિયા ગામના સર્વાંગી વિકાસમાં નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનોમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો
રિપોર્ટર દિપક પરમાર ઘડિયા







