થરાદ તાલુકાના સણાવિયા ગામે સહયોગ વિધાલયમાં વિધાર્થી માર્ગદર્શન સેમીનાર યોજાયો

નારણ ગોહિલ લાખણી
પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઈ ની તૈયારી કરતા વિધાર્થીઓના માર્ગદર્શન પુરુ પાડવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા સાહેબ હાજર રહ્યા હતા.
દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
હાઈસ્કૂલની વિધાર્થીનીઓએ સ્વાગત ગીત પર મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.
આ કાર્યક્રમ ઉપસ્થિત SP ચિંતન તેરૈયા સાહેબે શિક્ષણ લક્ષી ઉદબોધન કર્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ અનેPSIની તૈયારી કરતા વિધાર્થીઓને પોતાનો એક ગોલ હોવો જરુરી છે એના અનુસંધાને મહેનત કરવા અપીલ કરી હતી.કોઈ પણ સમયે દરેકનું ઉચું સ્ટેટસ હોવુ જરૂર છે. દિકરીઓને ભણાવવા પોલીસ વડાએ અપીલ કરી હતી.
કાપરા કોલેજથી ઉપસ્થિત રહેલ ડૉ.હેમુભા સોઢાને પણ ખુબ શિક્ષણ લક્ષી વિચારો બાળકો આગળ રજુ કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજક યુવા અગ્રણી જગતાજી ઠાકોરે કર્યું હતું. શિક્ષણ માટે દરેક યુવાન મિત્રોએ યથાગ પ્રયત્ન કરવા જગતાજી ઠાકોરે અપિલ કરી હતી.
રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વાવ થરાદ જિલ્લામાં ખુબ કુશળ નેતૃત્વ કરી કાર્યક્રમની શોભા વધારવામાં જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સણાવિયા ગામના યુવા અગ્રણી જગતાજી ઠાકોરે પરસંસા કરી હતી.
સહયોગ વિધાલયના આચાર્ય સુરેશભાઈ ચાવડાએ કાર્યક્રમને અનુકુળ ઉદબોધન કર્યું હતું. તથા શિક્ષક કિર્તીભાઈ ઠાકોર પણ પ્રસંગને આધીન ઉદબોધન કર્યુ હતું.
હાઈસ્કૂલના સ્ટાફ નયનાબેને પણ વિધાર્થીનીઓને પ્રસંગ અનુકુળ સ્વાગત ગીતની રુપરેખા આપી તૈયાર કર્યા હતા.
વિધાર્થી માર્ગદર્શન સેમિનાર ઉપસ્થિત પોલીસ વડા ચિંતન તેરૈયા સાહેબનું સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહેમાનોનું સાલ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થયેલ ગામના યુવાનોનું સાલ વડે સન્માનીત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનાં અંતે SP ચિંતન તેરૈયાએ સણાવિયા શિવ મંદિરના દર્શન કરી લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં psi ધોકડીયા સાહેબ ,હાઈસ્કૂલના ટ્રસ્ટી હસુભાઈ પટેલ, સરપંચ, ઉપપ્રમુખ સરપંચ, ડે સરપંચ, ગામમાંથી વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




