
તા.૩૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઇન્સ્ટાગ્રામ પર ખોટું એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરનાર આરોપીને લીમડી પોલીસે વડોદરાથી ઝડપાયો
લીમડી પોલીસની ટેકનીકલ તપાસમાં મોટો ખુલાસો લીમડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૮૨૧૦૩૩૨૬૦૧૨૫-૨૦૨૬ અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૪(ક), ૩૫૧(૪), ૭૯ તથા આઈ.ટી. એક્ટની કલમ ૬૬સી, ૬૬ઈ, ૬૭ અને ૬૭એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ફરિયાદ મુજબ આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ખોટું એકાઉન્ટ બનાવી, તેના ફોટા પોસ્ટ કરી, અશ્લીલ અને બિભત્સ લખાણ લખી વાયરલ કરીને યુવતીની ઈજ્જતને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.લીમડી પોલીસે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે ચોક્કસ અને આધારભૂત માહિતીના આધારે વડોદરા ખાતેથી એક ઇસમને ટેકનીકલ સોર્સ મારફતે અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી.પુછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ નારાયણભાઈ કડવાભાઈ ભુરીયા, રહે. સુથારવાસા, તા. ગોવિંદગુરૂ લીમડી, જી. દાહોદ હોવાનું જણાવ્યું હતું. આરોપીએ યુવતીને બદનામ કરવાના ઈરાદે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી, તેના ફોટા પોસ્ટ કરીને અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હોવાની કબૂલાત કરી છે.આ ગુનામાં આરોપીની ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોઈ ફેક આઈ.ડી. બનાવતી ગેંગ સાથે જોડાયેલ છે કે કેમ, તેમજ અન્ય કેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા છે અને અન્ય કેટલા લોકોના ફોટા પોસ્ટ કરીને બદનામ કર્યા છે તે બાબતે લીમડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આરોપીએ પૂછપરછ દરમિયાન પોતે અભણ હોવાનું જણાવ્યું છે તેમજ યુટ્યુબ વીડિયો જોઈને મોબાઇલ ચલાવવાની અને ખોટા ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાની રીતો શીખી હોવાનું પણ કબૂલ કર્યું છે. પકડાયેલ આરોપી : નારાયણભાઈ કડવાભાઈ ભુરીયા રહે. સુથારવાસા, તા. ગોવિંદગુરૂ લીમડી, જી. દાહોદ





