
તા.૦૧.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર કાળી તલાઈ ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને JCB મશીન વચ્ચે અકસ્માત સર્જાયો
દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે કાળી તલાઈ ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ અને JCB મશીન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટક્કર એટલી ભયાનક હતી કે ખાનગી બસના આગળના અને પાછળના ભાગે મોટા પાયે નુકસાન થયું છે.જોકે સદનસીબે આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો કે બંને વાહનોના ચાલકોને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. એક મોટી જાનહાનિ ટળી છે.ઘટનાની જાણ થતા જ દાહોદ રૂરલ પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી. રાત્રિના અંધારામાં અન્ય કોઈ વાહન આ અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને વાહનોને રોડની સાઈડમાં ખસેડ્યા હતા. હાઈવે પર પસાર થતા અન્ય વાહનોને સુરક્ષિત રીતે પસાર કરવા માટે પોલીસ દ્વારા સિગ્નલ આપી સાવચેતી રાખવામાં આવી હતી.હાલમાં રૂરલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, હાઈવે પર વારંવાર રોંગ સાઈડ ચાલતા વાહનો સામે કડક પગલાં ક્યારે લેવાશે?





