
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે તા. ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશયલિટી હોસ્પિટલ અંતર્ગત જે.બી. મોદી કેન્સર સેન્ટર, અંકલેશ્વર ખાતે કેન્સર વિશે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત “પ્રોજેક્ટ નવજીવન” હેઠળ HPV વેક્સિનેશન ડ્રાઈવ, સર્વાઇકલ કેન્સર તથા વેક્સિન જાગૃતિ વ્યાખ્યાન તેમજ પેપ સ્મિયર ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સી.બી ભારદ્વાજ COO – cohizon Life science, જિજ્ઞાશા ઓઝા (હેડ – GPCB) તેરાપંથ જૈન સમાજના મહિલા મંડળ ના પ્રમુખ જતન નાહટા અને KLJ ઓર્ગેનિક ના સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય અતિથિ સી.બી ભારદ્વાજી અને જિજ્ઞાસા ઓઝા દ્વારા સર્વાઇકલ કેન્સર માટે જાગૃતિની અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર. Hpv વેક્સિનેશન ડ્રાઈવ અંગે જાગૃતિ ફેલાવવાનો અને કેન્સર સામે લડતા દર્દીઓ માટે વ્યક્તિગત સંભાળ અને સહયોગ પ્રદાન કરવાનો હતો. સાથે સાથે કેન્સર કોમ્યુનિટી માટે નવજીવન પ્રોજેક્ટ નો ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સી.બી.ભારદ્વાજ, તેરાપંથ જૈન સમાજ ના મહિલા મંડળ, મિડિયા મિત્ર સર્વે નો આભાર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આત્મી દેલીવાલા અને કેન્સર સેન્ટર વતી ડૉ.વંદના દહિયા દ્વારા કરવામાં આવ્યો હતો.


