ટાકરવાડા સી.આર.સી કો-ઓર્ડીનેટર વિપુલભાઈ જોશી દ્વારા PARAKH સંદર્ભે માર્ગદર્શન આપ્યું

5 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં સી.આર.સી કો-ઓર્ડીનેટર વિપુલભાઈ જોશી ટાકરવાડા દ્વારા PARAKH અંતર્ગત 2027માં લેવામાં આવનાર પરીક્ષા સંદર્ભે આજરોજ ટોકરીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોને અગાઉના રીઝલ્ટ તથા અધ્યયન નિષ્પત્તિ સંદર્ભે માહિતી આપવામાં આવી.કઈ અધ્યયન નિષ્પતિમાં કેટલી કચાશ રહેલી છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા હવે થનારી પરીક્ષા સંદર્ભે જે અધ્યયન નિષ્પતિમાં કચાસ રહેલી છે તેને દૂર કરવા માટે શું કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી.
આ અંતર્ગત ધોરણ ત્રણથી આઠના શિક્ષકો હાજર રહ્યા. શ્રી શાંતિભાઈ ગામી અને જીગ્નેશભાઈ મોદી દ્વારા વર્ગમાં વ્યવસ્થા કરવામાં આવી.આ તાલીમ NEP 2020 અંતર્ગત કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી રામજીભાઈ રોટાતર દ્વારા સૌ મિત્રોનો આભાર માન્યો. જેમાં ખાસ હમેશાં માર્ગદર્શન આપનાર સી.આર.સી કો-ઓર્ડીનેટર વિપુલભાઈ જોશીનો સાહેબનો આભાર વ્યક્ત કર્યો.






