BANASKANTHAGUJARATPALANPUR
NSS યુનિટ દ્વારા “માતૃ-પિતૃ પૂજન” કાર્યક્રમ યોજાયો.

5 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગરના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ દ્વારા નિત્યક્રમ મુજબ ગ્રામ સફાઈ તથા સ્વછતા બાદ “માતૃ- પિતૃ પૂજન” કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાકરપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી પોતાના માતા-પિતાનાનું પૂજન કર્યું હતું અને”માતૃ દેવો ભવ: તથા પિતૃ દેવો ભવ:” ઉક્તિને ચરિતાર્થ કરી હતી. આ સમયે સમગ્ર વાતાવરણ ભાવાત્મક અને કરુણાસભર બની ગયું હતું. ઉપસ્થિત સૌ કોઈ આ કાર્યક્રમથી અભિભૂત થયા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બાકરપુર પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોનો પુરો સહયોગ પ્રાપ્ત થયો હતો.







