ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લીમાં દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ : વીરપુર બોર્ડર પર સ્થાનિકોએ જનતા રેડ કરી દારૂ સાથે બે બાઈકો ઝડપી પાડી..!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ : વીરપુર બોર્ડર પર સ્થાનિકોએ જનતા રેડ કરી દારૂ સાથે બે બાઈકો ઝડપી પાડી..!!

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નાના-મોટા ગુનાઓને ડિટેક્ટ કરવા માટે પોલીસ દ્વારા પૂરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, રાજસ્થાન સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાંથી વધતી દારૂની હેરાફેરી વચ્ચે પોલીસની કામગીરી પર હવે સવાલો ઊભા થયા છે.  પંથકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

માહિતી મુજબ ઈસરી નજીક વીરપુર રાજસ્થાન સીમા પરથી બાઈક મારફતે દારૂની ખેપ વારંવાર પસાર થતી હોવાની ફરિયાદોથી સ્થાનિકો કંટાળી ગયા હતા. જેના પગલે સ્થાનિક લોકોએ સ્વયં જનતા રેડ કરી બાઈક પર લઈ જવાતી દારૂની ખેપનો પર્દાફાશ કર્યો હતો. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો હિન્દી ભાષામાં બુટલેગરોને પૂછપરછ કરતા જોવા મળે છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર દારૂ લઈ જવાતી બાઈકનું પાસિંગ જી.જે.-31 હોવાનું સામે આવ્યું છે. લોકોએ બુટલેગરોને “ગાંધીના ગુજરાતમાં ક્યાં સુધી દારૂ પહોંચાડો છો?” એવા સવાલ પૂછતાં તેઓ ગભરાઈ ગયા હતા અને ગોળમટોળ જવાબ આપ્યા હતા. વાતચીત દરમિયાન મોટાભાગનો દારૂ મોડાસા પહોંચાડાતો હોવાનો પણ ઉલ્લેખ થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનામાં ‘મોહિત’ નામ ચર્ચામાં આવતાં વધુ સવાલો ઉભા થયા છે.આ બનાવને લઇ સ્થાનિકોએ ઈસરી અને મેઘરજ પોલીસ તેમજ એલ.સી.બી.ની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. રોજબરોજ મોટી માત્રામાં દારૂની ખેપ પસાર થતી હોવા છતાં પોલીસને કોઈ બાતમી કેમ ન મળી..? તેમજ ડિલિવરી સ્થળ ગણાતા મોડાસા ટાઉન પોલીસ સુધી માહિતી કેમ ન પહોંચી..? જેવા પ્રશ્નો ચર્ચામાં છે.સ્થાનિક લોકો દ્વારા ખેપ પકડાતા પોલીસની કામગીરી અંગે ચર્ચા તેજ બની છે. હાલ સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલીસ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું છે.

Back to top button
error: Content is protected !!