GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાં પોલીસનો સપાટો: લક્ઝરી કારમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

 

HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાં પોલીસનો સપાટો: લક્ઝરી કારમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

 

​હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચરાડવા ગામની સીમમાં સફળ દરોડો પાડી, વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઈનોવા કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કુલ ₹૮,૯૮,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



​મળતી માહિતી મુજબ ચરાડવા ગામની સીમમાંથી દેવળીયા રોડ પર એક સફેદ રંગની ઈનોવા કાર શંકાસ્પદ હાલતમાં પસાર થવાની છે. આ બાતમીના આધારે વોચ ગોઠવતા, GJ-12-BE-1111 નંબરની ઈનોવા કારને અટકાવી તલાશી લેવામાં આવી હતી.​તલાશી દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૧૮૮ બોટલો મળી આવી હતી.​દારૂની કિંમત: ₹૩,૯૮,૪૦૦/-​ઈનોવા કારની કિંમત: ₹૫,૦૦,૦૦૦/-​કુલ મુદ્દામાલ: ₹૮,૯૮,૪૦૦/-પોલીસે દારૂનો જથ્થો અને વાહન કબજે કરી, કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

Back to top button
error: Content is protected !!