ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ ખાતે ‘કોસમોસ વેલી’ ફલાવર શોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આણંદ ખાતે ‘કોસમોસ વેલી’ ફલાવર શોનું લોકાર્પણ કરવામાં આવ્યું

તાહિર મેમણ- આંણદ- 09/02/2026 – આણંદની બોરસદ ચોકડી પરના ઓવરબ્રિજની પાસે તૈયાર કરવામાં આવેલી ‘કોસમોસ વેલી’ (ફલાવર શો) નું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનું મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, લોકસભા સાંસદ મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

આ તકે સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ નગરજનોમાં વિકાસની જે અપેક્ષાઓ હતી, તેને પૂર્ણ કરવાની દિશામાં આજે બોરસદ ચોકડી ખાતે ‘કોસ્મોસ વેલી’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કોસમોસ વેલી દ્વારા સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓને ફરવા માટે એક સુંદર અને ઉલ્લાસભર્યું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મહાનગરપાલિકાની રચનાને હજુ એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં વડોદરા અને સુરત જેવા મહાનગરોની હરોળમાં આણંદને મૂકવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે ‘સરદાર ૧૫૦’ અને ‘વિકસિત ભારત’ની થીમ સાથે નિર્મિત આ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે નગરજનોને આ સ્થળની મુલાકાત લેવાની સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના આગ્રહને સ્વીકારીને આ જાહેર મિલકતને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી.

લોકાર્પણ બાદ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ સ્થળ પર મોટી સંખ્યામાં હાજર રહેલા બાળકો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. આ તકે મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ કોસમોસ વેલીની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રજાતિના મનોહર પુષ્પોનું પ્રદર્શન નિહાળી આયોજનની સરાહના કરી હતી. ઉપરાંત વેલીમાં સ્થાપિત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી.

Back to top button
error: Content is protected !!