ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : પંચામૃત ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ નિકોલ ખાતે ડૉ. અનિલભાઈ નાયકનો સન્માન સમારોહ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પંચામૃત ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ નિકોલ ખાતે ડૉ. અનિલભાઈ નાયકનો સન્માન સમારોહ યોજાયો

*નર્સીગ કોલેજના ટ્રસ્ટીઓએ બાદરજીના મુવાડા માવતર વિહતધામના ભુવાજી મુકેશભાઈ દેસાઈનું ભવ્ય સન્માન સાથે સ્વાગત કર્યું*

તા. ૫ ફેબ્રુઆરીના રોજ પંચામૃત ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ નિકોલ ખાતે ડૉ. અનિલભાઈ નાયકની ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે વરણી થવા બદલ તેમનું પંચામૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સંસ્થામાં ANM અને GNM તથા B.SC (N) માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના શપથ સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના પ્રમુખ ડૉ. એમ. એમ. પ્રભાકર સાહેબ, ભુવાજી મુકેશભાઈ એન. દેસાઈ (માવતર વિહતધામ – બાદરજીના મુવાડા)તથા પ્રજ્ઞાબેન ડાભી, રજીસ્ટાર (જી.એન.સી) ના આમંત્રણ પ્રમાણે તમામ મહેમાનો ડૉ. ડી.ડી પાટીદાર, ડો. હીરાબેન શાહ, ડૉ. કર્મેશ લખાણી,  રોમાંચભાઈ એમ ઉપાધ્યાય, ફાલ્ગુનીબેન મોદીના નામ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જીગ્નેશભાઈ, હાર્દિકભાઈ શર્મા, સંસ્થાના પ્રિન્સિપાલ હિમાંશુભાઈ ત્રિવેદીએ પણ અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલ નર્સિંગ કોલેજના ટ્રસ્ટીઓ તથા પ્રિન્સિપાલ અને ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશનના વતી ડૉ. અનિલ જે નાયક સાહેબનું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આમંત્રિત વડાઓએ સન્માન સ્વીકાર્યું હતું અને શપથ વિધિમાં તમામ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!